ટુ વ્હીલર વાહનોનાં ઓટો રીપેરનાં સાધનો અને નવી ટેકનોલોજીનો વિદ્યાર્થીઓને અભ્યાસ મળે તે ટ્રેેડનો મુખ્ય હેતુ
રાજકોટની આજીડેમ ચોકડી પાસે આવેલી આઈ.ટી.આઈ ખાતે ટુ વ્હીલર ઓટો રીપેર ટ્રેડનું આજરોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં અતિઆધુનિક એવા હોન્ડાનાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનોનાં ઓટો રીપેરનાં સાધનો અને નવી ટેકનોલોજીથી સજજ અને વિદ્યાર્થીઓ માટે એક કેળવણીકાર અભ્યાસ મળે તે માટે આ ટ્રેડનું ઉદઘાટન શિવપ્રકાશ કોરેનાથ ડીવીઝનલ હેડ છે. રીબીન કટ કરીને આ થ્રી વ્હીલર ઓટો રીપેર ટ્રેડનું ઉદઘાટન કર્યું હતું અને દિપ પ્રાગટયથી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી.
હોન્ડા કંપની જે ૧૮ વર્ષથી આ બિઝનેસ કરી રહ્યા છે ત્યારે રાજકોટ આઈ.ટી.આઈ ખાતે વિદ્યાર્થીઓનાં વિકાસ અને નવી ટેકનોલોજીને આગળ વધારવા તથા વિદ્યાર્થીઓનો વિકાસ થાય માટે આ ટ્રેડનું ઉદઘાટન કરાયું સાથે અહીં મહિલા આઈ.ટી.આઈ.નાં આર.એસ.ત્રિવેદી તથા ચમનલાલ ઝોનલ મેનેજર રાજકોટ ઝોન, રાજકોટ આઈ.ટી.આઈ.નાં એમ.પી.રાવલ તથા નાયબ ચુંટણી અધિકારી એન.આર.ધાંધલ સહિતનાં આઈટીઆઈનો સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
યુવાઓમાં ઈન્ડસ્ટ્રીઝ અને એકેડેમીક સ્કીલ બહાર લાવવા ટ્રેડનું આયોજન: નીપુણભાઈ
અબતક સાથેની વાતચીતમાં રાજકોટ આઈ.ટી.આઈ.નાં પ્રિન્સીપાલ નીપુણભાઈએ જણાવ્યું કે, આજરોજ ટુ-વ્હીલર ઓટો રીપેર ટ્રેડનું ઉદઘાટન કર્યું છે. જેનો મુખ્ય ઉદેશ એ છે કે છોકરાઓને જે ઈન્ડસ્ટ્રીઝ અને એકેડેમીક સ્કિલ ગેપ રહેલો છે. એ નીખરે તે હેતુ છે. આ સ્કિલ એનાઉસમેન્ટ સેન્ટરમાં હોન્ડા તરફથી ૧૦ થી ૧૨ લાખનો સપોર્ટ મળેલો છે અને એકદમ નવી લેટેસ્ટ પ્રવૃતિ શરૂ કરેલી છે અને જેની ટ્રેનીંગ ચાલુ થશે. એનાથી છોકરાઓને જે સર્વિસ સેન્ટરો એને તરત જ લેટેસ્ટ ટેકનોલોજીમાં ટ્રેનીંગ લીધેલી છે અને તેમને સક્ષમ બનવાની પણ તક રહેલી છે અને જેના લીધે તે પોતાનો સર્વિસ સેન્ટર જાતે પણ ચાલુ કરી શકે છે.
નવી ટેકનોલોજી માટે અમારા પ્રિન્સીપાલ, સ્ટાફનો બહુ મોટો ફાળો: વિદ્યાર્થી અજય
અબતક સાથેની વાતચીતમાં રાજકોટ આઈ.ટી.આઈ.નાં વિદ્યાર્થી અજયએ જણાવ્યું કે, તેઓ મિકેનીકલ ડિઝાઈનમાં અભ્યાસ કરે છે અને આ નવી ટેકનોલોજીને લીધે આવનાર વિદ્યાર્થીઓ અને સાથે અમને પણ એટલો જ ફાયદો છે અને અત્યારે લોકોને ટ્રેનિંગમાં જ એક ભાગ છે અને બહાર જતા વિદ્યાર્થીઓને પ્રેકટીકલની સમજ લીધી છે. જેથી તે કહી શકે છે વિદ્યાર્થીઓને સારો એવો લાભ મળી શકશે. અમને અમારું ભવિષ્ય ખુબ જ સારું એવું દેખાય છે. કારણકે આ નવી ટેકનોલોજીને લીધે જે અત્યારે કયાંય આવી ટેકનોલોજી નથી અને આમાં અમારા આઈટીઆઈનાં પ્રિન્સીપાલ, સ્ટાફનો બહુ જ મોટો ફાળો છે.