મહંત લાલદાસબાપુના હસ્તે બેન્કવેટ હોલનું ઉદધાટન: રાજસ્થાની મેધપુર સ્વીટ એન્ડ નમકીનનો શુભદિને બીજા વર્ષમાં મંગલ પ્રવેશ: શુઘ્ધ દેશી ઘીની મીઠાઇ, મોતીચુરના લાડુ, ગુજરાતી-બંગાળી મીઠાઇઓ, કચોરી, જલેબી, મિચીંવડા, સમોસા જેવી સ્વાદિષ્ટ વાનગી બની ગ્રાહકોની મનપસંદ
અષાઢીબીજના પાવન પર્વ ઉપર ડી-માર્ટ સામે શિવશકિત રેસ્ટોરન્ટ અને રાજસ્થાની જોધપુર સ્વીટ એન્ડ નમકીનનો આજે બીજા વર્ષમાં મંગલ પ્રવેશ થઇ રહ્યો છે. નીમીતે યોજાયેલે પત્રકાર પરિષદમાં શિવશકિત ગ્રુપ અને રામકૃપા ગુ્રપના ઓનર દ્વારા વિગતો પાઠવવામાં આવી હતી. તેઓએ જણાવ્યું કે અમારા નવા સોપાન શીવશકિત બેન્કવેટ હોલનો શુભારંભ આજના પાવન દિવસથી કરવામાં આવી રહ્યા છે. એક વર્ષમાં હજારો ગ્રાહકોનો વિશ્ર્વાસ અને લાગણી પ્રાપ્ત કરીને ગ્રાહકોના હ્રદયમાં અનેરુ સ્થાન મેળવ્યું છે. રાજસ્થાન જોધપુર સ્વીટ એન્ડ નમકીન તરફથી ગ્રાહકોને શુઘ્ધ દેશી ધીની મીઠાઇ, મોટી ચુરના લાડુ, ગુલાબજાંબુ, રસમલાઇ, અંજીરકતરી અને અવનવી ગુજરાતી, રાજસ્થાની અને બંગાળી મીઠાઇઓ ઉપલબ્ધ છે. તો રાજસ્થાની નમકીનમાં મિચ વડા, ગરમ કચોરી, સમોસા, સહીતની વિવિધ સ્વાદિષ્ટ અને મનભાવન વાનગી ગ્રાહકોની મનપસંદ બની છે. તો લોકો માટે સ્વાદની સોડમ જગાવતા શિવશકિત રેસ્ટોરન્ટમાં સવારે બ્રેકફાસ્ટમાં ગરમ કચોરી, ગરમ જલેબી, મીચીં વડા, સમોસા, સાઉથ ઇન્ડીયન વેરાયટીઓ, મેદુવડા, ઇડલી, ઢોસા, ઉત્તપમ, વગેરે ઉપલબ્ધ છે. તો બપોર લંચમાં સ્પે. કાઠીયાવાડી થાળી, દાલબાટી, પંજાબી, ચાઇનીઝ, ડિનરમાં કાઠીયાવાડી વાનગીઓ, ચુરમા લાડુ, દહીં તિખારી, વધારેલા રોટલો, હલ્દીની સબ્જી, ગુલાબ જાંબુની શબજી, પાઉભાજી, પંજાબી, ફાસ્ટ ફુડ વિગેરે સ્વાદની સોડમ જગાવતી વિવિધ વાનગીઓ ઉપલબ્ધ છે. આજના પાવન દિવસે બીજા વર્ષમાં મંગલ પ્રવેશ સાથે ગ્રાહકોની સેવામાં ખાસ બેન્કવેટ હોલ ઉપલબ્ધ બનશે જેનો લાભ વિવિધ શુભ પ્રસંગો માટે ગ્રાહકો લઇ શકશે. સ્થળ શિવશકિત રેસ્ટોરનટ, એન્ડ બેંકવેટ હોલ, કુવાડવા રોડ ડી-માર્ટ સામે રાજકોટ ખાતે કાર્યરત છે.
નવા સોપાન શિવશકિત બેન્કવેટ હોલનું ઉદધાટન મહંત લાલદાસબાપુના હસ્તે કરવામાં આવ્યું છે. આ માટે યોજાયેલ પત્રકાર પરિષદમાં ચંદુભાઇ પરમાર, ભાવસિંહ ડોડીયા, ડોલરસિંહ હેરમા સહીત સંચાલકોએ વિગતવાર માહીતી આપી હતી.