જૂનાગઢ, જામનગર, અમદાવાદ અને મુંબઈ સહિતના સ્થળોએથી ૧૫૦૦ જેટલા જૈન અગ્રણીઓ હાજર રહ્યા
સમગ્ર જૈન સમાજના શ્રાવકો અને શ્રાવિકાઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એટલે કે શ્રી ઋષભાનન જૈન સંકુલનું તાજેતરમાં ઓપનીંગ કરવામાં આવ્યું હતુ આ સંકુલનું ઓપનીંગ પૂર્વ ડે.મેયર દર્શિતાબેન શાહ તેમજ અમીનેષભાઈ રૂપાણીની હાજરીમાં મંજુલાબેન મહેતાએ કર્યું હતુ.
આ તકે ૧૨૦૦થી ૧૫૦૦ જેટલા શ્રાવક-શ્રાવિકાઓ પધારેલ હતા અને મહેમાનો ઉપરાંત અલગ અલગ જૈન અગ્રણીઓ જૂનાગઢ, જામનગર, અમદાવાદ, મુંબઈ વગેરેથી તેમજ જૈન અગ્રણીઓ, સંઘના મહેમાનો, સંઘપતિઓ હાજર રહ્યા હતા. ઋષભાનન જૈન સંકુલના ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા. ટ્રસ્ટીઓમાં દિપકભાઈ મોદી, પરેશભાઈ પટેલ, વિરેન્દ્રભાઈ દસાડીયા, દિલીપભાઈ સગપરા, અશોકભાઈ દોશી અને પ્રતીકભાઈ કામદાર હાજર રહ્યા હતા આ સંકુલમાં ગ્રંથાલય, પૌષધશાળા, ઉપાશ્રય, આરાધના ભુવન, આયંબીલ શાળા, ભોજનશાળા તેમજ ગુરુકુળ જેવી સુવિધાઓ આપવામાં આવેલ છે.આ પ્રસંગમાં ચિંતનભાઈ દોશીએ સમગ્ર ઈતિહાસ એટલે કે જૈન -સંકુલ ઋષભાનન ગુરૂકુળની શરૂ આત કયાંથી થઈ, કોને આ વિચાર આવ્યો અને ગુરૂકુળના પાયા સમાન તેજસભાઈ દેસાઈનું ખૂબજ બહોળુ યોગદાન છે. તે વિશે ખૂબજ સારું વક્તવ્ય આપ્યું હતુ તેમજ ભાવિન દોશીએ પણ દાનની ખૂબજ સરસ અપીલ કરી અને દાન વિશેષતા સમજાવી હતી. આ સંકુલની ખાસીયત વિશે યોગેશભાઈ શાહે જણાવ્યું હતુ કે સમગ્ર ભારતમાં જેની આતુરતાથી સુશ્રાવકો રાહ જોઈ રહ્યા હતા. તે ગુરુકુળનું આજે ઉદઘાટન થતા તેનો આતુરતાનો અંત આવ્યો છે.ઋષભાનન ગુરૂકુળમાં માતા જેવો વાત્સલ્ય અને પિતા જેવી સુરક્ષા આપવામાં આવે છે. તેમજ ગુરૂની જેમ વળતર અને ગળતરથી સારા સુશ્રાવક અને સારા નાગરિક બનાવવામાં પણ આવે છે. ગુરૂકુળમાં ધો.૬ થી લઈને ધો.૧૨ સુધીમાં બાળકો માટે સારું ભોજન અને સુંદર રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જ્ઞાનની સાથે ગમ્મત તો ખરું જ અને નિયમિત પીકનીકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુરુકુળમાં સમતાભવન, આયંબીલ, ઉપાશ્રય, ભોજનશાળા વગેરેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ અમારો એક જ ધ્યેય છે. ગુરુકુળમાં વિદ્યાર્થીઓને ટીવી, મોબાઈલ અને નેટના યુગમાં સારા સંસ્કાર અને ભવિષ્ય ઉજવળ કરવાનો ધ્યેય છે. તેમજ વિશેષમાં ડુંગરગુરૂ શાસન સેવા ટ્રસ્ટના સહમંત્રી તેમજ ગુરુકુળના મંત્રી ચિંતન દોશીએ જણાવ્યું કે આ સંકુલનો તત્વજ્ઞ મુનિ મહારાજ સાહેબ દેસાઈને સૌથી પહેલા આ વિચાર હતો.
કે જે સ્થાનકવાસી જૈન સમાજના બાળકોને ગુરુકુળ નથી અને તેનો કેવી રીતે ઉછેર કરવો અને કેવી રીતે તેને જ્ઞાની, ધ્યાની બનાવવા, અને અત્યારની જે ચેલેન્જીસ છે. તેનો સામનો કઈ રીતે કરાવવો, તો તેના વિઝન સાથે અને તેના વિચારને આકાર આપવા માટે તેમણે જે મહેનત કરી અને આ છ વર્ષ પહેલાનો વિચાર હતો અને તેની મહેનત ખૂબ સરસ રીતે પૂર્ણ કરી અને આજના આ પ્રસંગની અંદર પૂર્વ ડે. મેયર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ૧૫૦થી વધારે જૈન સમાજના મહાનુભાવો અને કુલ ઓપનીંગમાં ૧૨૦૦ થી ૧૫૦૦ લાભાર્થીઓએ લાભ લીધો અને પ્રસાદનું પણ આયોજન કરેલ હતુ. મુખ્ય હેતુ બાળકો અને વડીલો, તેમાં બાળકો માટે ગુરુકુળ અને વડીલો માટે સમતાભવન છે. ગુરુકુળમાં ગુરૂનો વાસ રહે અને બોટમ ટુ ટોપ સુધી બાળક જઈ શકે એટલે ગુરુકુળ ધો.છ થી લઈને કોલેજ સુધી બાળક ભણે છે .ત્યાં સુધી અહી જ અમે તેમને રહેવા, જમવાની સગવડો આપીએ છીએ અને નેચરલ ઓર્ગેનીક ફૂડની સુવિધા આપીએ છીએ. તેને ટોકન ચાર્જ એટલે કે અમે બાળકની પાછળ જે ખર્ચ કરીએ છીએ, તેની છઠા ભાગની ફી લઈએ છીએ, આપણા જૈન સમાજના બાળકો ભવિષ્યમાં કઈ રીતે ડોકટર, એન્જીનીયર બની શકે અને સારા શ્રાવકો બની શકે અને વધારે ઉત્તરોતર પ્રગતિ કરે તે માટે અમે આ આયોજન કર્યું છે.
વડીલોને જયારે છેલ્લા સમયમાં અલગ અલગ પ્રતિકુળતાઓ આવતી હોય તેના માટેનું આ આયોજન એટલે સમતાભવન, સમતાભવનમાં અમે કુલ બાર રૂમ રાખેલા છે. એક રૂમની અંદર બે વ્યકિતઓ રહી શકશે અને તે પણ ટોકન ચાર્જ ઉપર અમારૂ આખું સંકુલ કુલ છ વિભાગમાં છે. જેમાં ભાઈઓને ઉપાશ્રય, બહેનોને પૌષધશાળા, ભોજનાલય, આયંબિલ શાળા, ગુરુકુળ અને એવું ગ્રંથાલય કે જેમાં તમામ જેન શાસ્ત્રો જે હજારો વર્ષ જુના છે. અને અત્યારે ઉપલબ્ધ છે. અને ખૂબજ લુપ્ત થયેલી વસ્તુઓનું સંગ્રહાલય એટલે અમારૂ ગ્રંથાલય.આ સિકસ ઈન વન પ્રોજેકટ છે, જે આખા ભારતમાં હાઈટેક મોડ ઉપર અમે લાવ્યા અને આ સૌ પ્રથમ સ્થાનકવાસી સમાજનું જ ગુરુકુળ છે. આ બધું જ સંભાળનાર શ્રી ગોંડલ સ્થાનકવાસી જૈન સમાજ સંરક્ષક સમિતિનું આ આયોજન છે. અને આ દરેક આયોજનો માત્ર દાન પર જ કરેલા છે. કોઈ પણ સંત-સાધુ આમાં ઈનવોલ નથી અને આ સંપૂર્ણ શ્રાવકો દ્વારા અને શ્રાવકો માટે જ કરેલું છે.
આ સંકુલ બનતા અમને ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો અને આગળ આ સંકુલ ભવિષ્યના સ્થાનકવાસી જૈન સમાજને ૧૦૦ થી ૧૫૦ વર્ષ સુધી સ્થીર કરી શકે અને આજે અમે જે મહાનુભાવો પાસેથી પ્રેરણા લીધી તેઓનું વિચારવાનું છે કે આવા આખા ભારતમાં કેમ ૫૦ કે ૧૦૦ ગુરુકુળ નથી એટલે અમારો એવો ટાર્ગેટ છે કે ભવિષ્યમાં ગુરુકુળ ઉપરાંત યુનિવર્સિટી સુધી જૈન સમાજને લઈ જઈએ તો જ અમને ખૂબ વધારે આનંદ થશે, અને આઝાદી પહેલા ૧૯૪૦ની સાલની નજીક આખા ભારતમાં ૭૫૦૦૦ ગુરુકુળ હતા અને સ્કુલો કદાચ હજારોમાં જ હતી, પરંતુ અત્યારે ભારતમાં ખાલી ૭૫ જ ગુરુકુળ છે. અને સ્કુલો હજારોની સંખ્યામાં છે, તો કેવી રીતે આનો યુ-ટર્ન લઈ અને આપણી સાંસ્કૃતિને જાળવી અને સ્થાનકવાસી જૈન-સમાજને વધારે આગળ વધી શકાય તે જ માત્ર અમારૂ લક્ષ્ય છે. અને તેની ઉપર જ અમે કટિબધ્ધ છીએ.