‘અબતક’ની મુલાકાતમાં રતનપર રામચરિત માનસ મંદિરના સભ્યોએ આપી મહોત્સવની વિગતો
રાજકોટ સહીત સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી સમાજ સેવી માનવતા વાદી લોકોમાં જાણીતા બનેલ રતનપર માનસ મંદિરમાં પરંપરાગત રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધુળેટીની ઉજવણીમાં ફુલ ડોલોત્સવ સહીતના કાર્યક્રમો સંતો મહંતોની ઉ5સ્થિતમાં ઉજવાશે.‘અબતક’ ની મુલાકાતે આવેલ રામચરિત માનસ મંદિરના અજયભાઇ સંઘાણી, પ્રવીણસિંહ ઝાલા, ડો. કૃષ્ણકુમાર મહેતા, સંદિપભાઇ લાખાણી, કેતનભાઇ મસરાણી, આશીષભાઇ નથવાણી, એ કાર્યક્રમની તૈયારી અને આયોજન અંગે જણાવેલ કે, રાજકોટની ભાગોળે મોરબી રોડ પર રતનપર ખાતે સુપ્રસિઘ્ધ દર્શનીય યાત્રાધામ શ્રીરામ ચરિતમાનસ મંદિરનું મહાતીર્થ સમુ એવા રામચરિતમાનસ મંદિરમાં બુધવાર તા. 8-3 ને ધુળેટીના અવસ્રે અલૌકિક મધુમય ભકિતભીના ફુલડોલ ઉત્સવનું પ્રતિવર્ષ અનુસાર મઁગળ આયોજન થયું છે. રણછોડદાસજી બાપુ તથા મહામંડલેશ્વર 1008 પૂ. હરિચરણદાસજી બાપુના શુભાશિષથી આયોજીત આ પાવન મહોત્સવમાં રાજકોટ ગીતા વિઘાલયથી 14 કી.મી. ની પદયાત્રા કરીને આવેલા પદયાત્રીઓએ લાવેલ 108 મંગલકર્તા ધજાઓ સદગુરુ અને જગદગુરુના સંગમરુપ રણછોડરાયજીના મંદિરે ચડાવવામાં આવશે. આ દેવભૂમિ દ્વારકા અને ડાકોર ના ફુલડોલ મંગલોત્સવની ઝાંખી સાથે અલૌકિક દર્શનનું સુરમ્ય વાતાવરણ સર્જાશ.
ધુપ-દીપ અને પુષ્પોની સુવાસથી મહેકતા વિશાળ પ્રાર્થના સત્સંગ સભાખંડમાં સવારે 10.30 કલાકે ધર્મસભા મા પ્રમુખ સ્થાને જયરામદાસજીબાપુ ઉ5સ્થિત રહીને આશીવચન પાઠવશે. મુખ્ય મહેમાનપદે સદવિદ્યાધામ ગુરુકુળ વિરપુરના શાસ્ત્રી નિર્મળદાસજી સ્વામી, કથાકાર અશોકભાઇ ભટ્ટ, મીરાબેન ભટ્ટ, ગાયત્રી મંદિર વાંકાનેરના અઘ્યક્ષ અશ્ર્વિનભાઇ રાવલ, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારુ, દિપકભાઇ રાજાણી, સિયારામ મંડળીના સર્વે કારોબારી સભ્યો, સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓના હોદેદારો, દાણાપીઠ, માર્કેટ યાર્ડના વ્યાપારી શ્રેષ્ઠીઓ, સદગુરુ ભકતો, ભાવિકો દર્શનાર્થીઓ,: પદયાત્રીઓ વગેરે ધર્મસભામાં જોડાશે. સંતો અને મહેમાનો ના ઉદબોધન બાદ શ્ર્લોકોના મંત્રોચ્ચાર સાથે રામચંદ્રજી તથા બાલકૃષ્ણલાલની પુજા મહાઆરતી થશે. પુષ્પ પાંખડીઓનો છંટકાવ હજારો ભાવિકોની હાજરીમાઁ ભકિતભાવપૂર્વક ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. બપોરે 1ર કલાકે શુઘ્ધ ઘી નિમિત મહાપ્રસાદ, આર્થિક સહયોગ સ્વ. જયંતિલાલ નાથાલાલ લાખાણી તથા અન્ય દાતાઓ તરફથી પ્રાપ્ત થયેલ છે.રામમંદિરે ફુલડોલ ઉત્સવમાં બપોરે 1ર થી રાત્રે 9 વાગ્યા સુધી ભાવિકો માટે સતત રસોડુ જેમાં અંદાજે 12 થી રાત્રે 9 વાગ્યા સુધી ભાવિકો માટે સતત રસોડુ અંદાજે 10000 થી વધુ ભાવિકો દર્શનાર્થીઓ સહપરિવાર મિષ્ટ ભોજન મહાપ્રસાદ ગ્રહણ કરે છે.
સિયારામ મંડળી એ છેલ્લા ચાર દાયકાઓથી માનવ સેવા, ધાર્મિક – સાંસ્કૃતિક પ્રચાર – પ્રસાર, ગૌશાળા, અન્નક્ષેત્ર તથા કથા પારાયણ કિર્તનોની પ્રવૃતિઓ કરતી સેવા સંસ્થા છે. શહેરની ભીડ, ધમાલ, ઘોંઘાટ, અને પ્રદુષણથી દુર કુદરતી સૌદર્યથી ભરપુર બાગ બગીચાઓથી શોભતું રમણીય પ્રકૃતિક સ્થળ, પરમ શાંતિધામ, દિવ્ય તીર્થ સ્થળ રામચરિતા માનસ મંદિરે વિશાળ, ખુલ્લી જગ્યામાં આયોજીત ફુલડોલ ઉત્સવમાં જોડાઇને દર્શન, આરતી, સંતોના આશીવચન પવિત્ર મહાપ્રસાદનો ધર્મલાભ લેવા સર્વે ભાવિકોને સિયારામ મંડળીએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે. રાજકોટથી રામમંદિર જવા માટે સીટી બસ નં. 9, 10, 45, 55 ઉપલબ્ધ છે.