પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે સિદસરમાં માનવ મહેરામણ ઉમટશે
મહોત્સવને સફળ બનાવવા માટે મૌલેશભાઇ ઉકાણી, જેરામભાઈ વાસજાળીયા, જયેશભાઈ પટેલ, ગોવિંદભાઈ વરમોરા સહિતના આગેવાનો સક્રિય: મતદાન કરવા, પ્રાકૃતિક ખેતી, જળસંચય જેવી રાષ્ટ્રીય ફરજ માટે કરાયા ઠરાવો
અબતક,રાજકોટ
છેલા 3પ વર્ષમાં ત્રણ યાદગાર અને અવિસ્મરણીય મહોત્સવ થકી કુળદેવી ર્મા ઉમિયા ના સાનીધ્યમાં ભક્તિની શક્તિ સાથે સમાજના ઉત્કર્ષ અને ઉત્થાન માટે આગામી 2024 માં ઉમિયા માતાજીનો 125 મો પ્રાગટય મહોત્સવ રંગે ચંગે ઉજવવાનો નિર્ધાર ઉમિયાધામ સિદસરના નેજા હેઠળ રાજકોટ ખાતે યોજાયેલા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સામાજીક સંમેલનમાં કરવામાં આવ્યો છે. ઉમિયાધામ સિદસર ખાતે યોજાનારા મહોત્સવના પ્રમુખ તરીકે ભામાશા મૌલેશભાઈ ની વરણી કરવામાં આવી છે. આ સામાજીક સંમેલનમાં પાટીદાર સમાજે કુરીવાજો, વ્યસનો સહીતના દૂષ્ણોને ડામવા તથા લોકશાહીમાં અચૂક મતદાન કરવા, જળસંચય અને પાર્યાવરણ જેવી રાષ્ટ્રીય ફરજો અંગેના વિવિધ ઠરાવો કરીને સામાજ ની સાથોસાથ રાષ્ટ્ર પ્રત્યેનું ઉતરદાયીત્વ નિભાવવાની દિશામાં કદમ માંડયુ છે.
રાજકોટના કાલાવડ રોડ પર બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર ખાતે તા. 15 ને શનિવારના રોજ સૌરાષ્ટ્રભરના કડવા પાટીદાર સંસ્થાઓના હોદેદારો તથા સામાજીક, રાજકીય સહીત પ હજાર અગ્રણીઓના યોજાયેલા સંમેલનમાં ઉમિયા માતાજી મંદિર સિદસરના ટ્રસ્ટી અને દાતા જીવનભાઈ ગોવાણીએે ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા 1985 માં ર્મા ઉમિયાના મંદિરના પુન:નિર્માણ સમયે મહોત્સવ યો:યા બાદ ર્મા ઉમિયાના પ્રાગટયના 100 વર્ષ્ એટલેકે 1999 માં ર્મા ઉમિયા શતાબ્દી મહોત્સવની ઉજવણી, 2012 ના રજતજયંતિ મહોત્સવના સફળ આયોજન બાદ 2024 માં ર્મા ઉમિયા પ્રાગટયની 1રપ માં વર્ષ્ની ઉજવણી નિમિતે મહોત્સવ યોજવાની મુકેલી દરખાસ્તને ટ્રસ્ટી અંકુર ભાલોડિયાએ સમર્થન આપતા ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયાએ પાટીદાર સમાજે સામાજીક વિકાસની સાથો સાથ રાજક્યિ વિકાસની દિશામાં પાટીદારોએ આગળ વધવાની ટકોર કરી હતી. તેમણે સિદસર ખાતે 2024 માં મહોત્સવ યોજવાની જાહેરાત સાથે મહોત્સવના પ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણીની વરણી કરી હતી.
આ સંમેલનમાં મુંબઈના ડો. ઉષબેન પટેલને શ્રીમદ ભાગવત પુસ્તક અંગેની સિધ્ધી બદલ તથા મોરબીના ચાંચાપરના ભૂમીકા દુર્લભજી ભુતને પર્વતારોહક તરીકે હાંસલ કરેલ સિધ્ધી બદલ અને માઉન્ટ એવરેસ્ટ માટે પસંદગી થવા બદલ સન્માન કરીને બિરદાવ્યા હતા. સંમેલનમાં રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સમાજમાં પ્રર્વતતા દૂષ્ણો અંગે ટકોર કરી હતી. તથા સૌરાષ્ટ્રમાં મગફળી અને લોક્વન ધઉંની ખેતીમાં પાટીદાર સમાજના આગેવાનોએ કરેલી મહેનતે સૌરાષ્ટ ને નવી દિશા આપી છે. રાજકોટના સામાજીક સંમેલનમાં ઉમિયાધામ સિદસરનું મહત્વ સમજાવતા ટ્રસ્ટી ગોવિંદભાઈ વરમોરાએ જણાવ્યુ હતુ કે પાટીદાર સમાજે સંસ્કાર વારસો જાળવવા અને સમાજને એક તાંતણે બાંધવા યોજાનારા ર0ર4 ના મહોત્સવની વિશ્ર્વભરમાં નોંધ લેવાય તેવા સવાયા આયોજનની હિમાયત કરી હતી.
25 લાખના દાન સાથે 21 પાટીદારો ટ્રસ્ટી તરીકે જોડાયા
તા. 15 મી ઓકટોમ્બરે રાજકોટ ખાતે યો:યેલા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સામાજીક સંમેલનમાં 21 ઉદ્યોગપતિઓ અગ્રણીઓ એ રૂા. રપ લાખના દાન સાથે ઉમિયા માતા મંદિર સિદસરમાં દાતા ટ્રસ્ટી તરીકે જોડાયા છે. અત્રે નોંધનીય છે કે, સમાજના દિર્ધદ્રષ્ટા આગેવાન અને મોરબીના ઓધવજીભાઈ પટેલ ના પ્રમુખકાળ દરમ્યાન ઉમિયાધામ સિદસરે સામાજીક વિકાસની નવી કેડી કંડારી છે. તેમના પુત્ર જયસુખભાઈ ભાલોડિયા ઉમિયાધામના દાતા ટ્રસ્ટી બન્યા બાદ તેમના પુત્ર ચિંતન ભાલોડિયા પણ દાતા ટ્રસ્ટી તરીકે જોડાયા છે. એવી રીતે રાજકોટના સુપ્રસીધ્ધ બાન ગુ્રપના ડો. ડાયાભાઈ પટેલ ઉમિયા માતાજી મંદિર સંસ્થાન સાથે વર્ષેથી જોડાયેલ છે. તેમના પુત્ર મૌલેશભાઈ અને નટુભાઈ ઉકાણી પણ ઉમિયાધામ ના દાતા ટ્રસ્ટી છે. રાજકોટના સંમેલનમાં ઉકાણી પિરવાર ની ત્રીજી પેઢી જય મૌલેશભાઈ ઉકાણી અને લવ નટુભાઈ ઉકાણી પણ દાતા ટ્રસ્ટી તરીકે જોડાતા સૌરાષ્ટ્રના બે દિગ્ગજ ગુ્રપના ત્રીજી પેઢી ઉમિયાધામ સાથે જોડાઈ છે.
આ ઉપરાંત ઉમાભવન રાજકોટના દાતા અને ટ્રસ્ટી જીવનભાઈ ગોવાણીના પુત્ર ભુપેશભાઈ, ગીરીશભાઈ, દિપકભાઈ, પાણ ગુ્રપના અરવિંદભાઈ પાણ, વલભભાઈ ભલાણી, લવકુમાર ઉકાણી, જયકુમાર ઉકાણી, હર્ષ્તિભાઈ કાવર, પ્રજ્ઞેશભાઈ પટેલ, ચંદ્રેશભાઈ માકાસણા, કિરીટભાઈ , હેમરાજભાઈ, ધીરજલાલ ડઢાણીયા, ડો. ગૌતમભાઈ માકડીયા, કિશોરભાઈ વિરમગામા, ઉદયભાઈ ટીલવા, જે.ડી.કાલરીયા, કેશવજીભાઈ સનારીયા, અશોકભાઈ વૈશ્ર્નાણી, જુનાગઢના નિલેશભાઈ ધુલેશીયા, દુર્લભજીભાઈ રંગપરીયા, વિગેરે રૂ. રપ લાખના દાન સાથે દાતા ટ્રસ્ટી તરીકે જોડાયા છે.