સફળતાના શિખરો સિધ્ધ કરનારી એચ.એન.શુકલ કોલેજ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવો તે મુખ્ય ધ્યેય ધરાવે છે. ૨૪ જુલાઈ મંગળવારના રોજ બી.કોમ. અને બી.બી.એના વિદ્યાર્થીઓ માટે ચાય એન્ડ વાય કાર્યક્રમ યોજાયો હતો. જેનું ભવ્ય સમાપન થયું હતુ આ કાર્યક્રમમાં ચાય એન્ડ વાય મુખ્ય શિર્ષક હતુ જેમાં વકતા અને વિદ્યાર્થીઓ વચ્ચે ચાય પે ચર્ચા થઈ હતી.
આ કાર્યક્રમનો મુખ્ય વિષય ૯ કી ૩ સકસેસ જેમાં કોર્પોરેટ જગતના જાણીતા ટ્રેનર ઉમેશભાઈ સાગરે વિદ્યાર્થીઓ સાથે ચાય પે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મેહુલભાઈ ‚પાણી, ટ્રસ્ટી ડો. નેહલ શુકલ અને સંજય વાધરના માર્ગદર્શન હેઠળ પ્રો.શ્રધ્ધા કલ્યાણી, પ્રો. કાજલ ઢેબર, ડો. અમીષા ઘેલાણી, પ્રો. નીકીતા ઉતમચંદાણી, પ્રો.સ્વાતી કનારા, પ્રો. જીતેન્દ્ર મંગાણી, પ્રો. હિરેન મહેતા, પ્રો.મીતલ સતાણી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.