સુપ્રસિદ્ધ ભજનીક અનુપ જલોટા, અપરા મહેતા, અરવિંદ વેગડા સહિતના કલાકારો રહ્યા વિશેષ ઉપસ્થિત : ભજનીક અનુપ જલોટાના ભજને ઉપસ્થિત લોકોને મંત્રમુગધ કર્યા
સ્વ ચારુબેન કુંડલીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કે.કે ગ્રુપ અને કુંડલીયા પરિવાર દ્વારા સ્મરણાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે શુભેચ્છા ભજનીક અનુપ જલોટા, અપાર મહેતા સહિતના દિગજજ કલાકારો રાજકોટ આવી પહોંચ્યા હતા. ભજનીક અનુપ જલોટા અને અપરા મહેતાએ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરની મુલાકાત લીધી હતી અને ધન્યતા પણ અનુભવી હતી. એટલુજ નહિ કલાકારોએ સવિશેષ પૂજાનો લાભ લઈ સિદ્ધિવિનાયક મંદિરની દિવ્યતાના વખાણ પણ કર્યા હતા.
સાંજના સમયે ભજનીક અનુપ જલોટા દ્વારા અનેકવિધ હૃદય સ્પર્શી ભજનોની સરવાણી સંભળાવી હતી જેને સાંભળવા ખૂબ મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર પૂજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભાઈ ભાઈ ફેમ અરવિંદ વેગડા એ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને લોકોને મંત્રમુગધ કર્યા હતા. આ પ્રસંગે કુંડલીયા પરિવાર એ જણાવ્યું હતું કે કોઈ પોતાનું વ્યક્તિ જ્યારે સાથ છોડીને વહી જાય તે દુ:ખ હર હંમેશ રહે છે અને તેની ભરપાઈ કોઈપણ રીતે શક્ય થાય એમ નથી પરંતુ તે સદગતની આત્માને આનંદ મળે તે માટે અને તે હેતુસર આ પ્રકારના આયોજન થવા જોઈએ અને તેઓને ગમતી પ્રવૃત્તિ જો કરવામાં આવે તો તે આત્મા પણ ખુશ થાય છે જેના ભાગરૂપે જ આ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો રાજકોટ વાસીઓએ લાભ લીધો હતો.
તણાવ મુક્ત જીવન એજ સાચું જીવન : અનુપ જલોટા
વિશ્વ પ્રસિદ્ધ ભજનીક અનુપ જલોટાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે આવેલા સિદ્ધિ વિનાયક મંદિર ખાતે દર્શન કર્યા બાદ એક અલગ જ દિવ્યતાનો અનુભવ થયો છે અને એ વાત સાચી છે કે અહીં ગણપતિ હાજર છે. 70 વર્ષના હોવા છતાં પણ તેઓ ખૂબ યુવાન છે કારણ કે તેમના માટે હર હંમેશ આનંદ જ સફળતાની ચાવી છે. વધુમાં જણાવ્યું હતું કે હાલ જે ભજન સંધ્યાનું આયોજન છે તેમાં પણ તેઓ લોકોને અને ભજન પ્રેમી જનતાને મંત્રમુઘ કરી દેશે. તેઓ ઉમેર્યું હતું કે તેઓ રાજકોટ અનેક વખત આવી ચૂક્યા છે પરંતુ આ પ્રકારના કાર્યક્રમમાં તેઓ પ્રથમવાર આવે છે અને તેનો આનંદ પણ અનેરો છે.
ભજન હરહંમેશ લોકોને જીવન જીવતા શીખવાડે છે : અપરા મહેતા
ઇન્ડિયન ટેલિવિઝન ના અપરા મહેતાએ અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તેઓ ભાવનગરના હોવાથી રાજકોટ પ્રત્યે એક અલગ જ માન અને સન્માન છે ત્યારે એ વાત ખૂબ સારી કે કોઈ તેમના ધર્મપત્ની પાછળ આ પ્રકારના ભજન કાર્યક્રમ રાખે તે સાચા પ્રેમની નિશાની છે. તેઓએ જણાવ્યું હતું કે આજના યુગમાં લોકોએ ખરા અર્થમાં તણાવ મુક્ત જીવન જીવવું ખૂબ જરૂરી છે જો આ કરવામાં તેઓ સફળ નિવડે તો તેઓને જીવનમાં ઘણો ફાયદો પણ પહોંચશે અને હર હંમેશ આનંદીત રહેવું એટલું જ આવશ્યક અને જરૂરી પણ છે.