વિશ્વ પ્રસિઘ્ધ તીર્થભૂમિ સાળંગપુરમાં ભગવાન સ્વામિનારાયણના સમયથી પુષ્પદોલોત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાતો આવ્યો છે.
આ વખતે પણ અતિપવિત્ર તીર્થ સારંગપુર ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં પુષ્પદોલોત્સવ આજ રોજ યોજાયો હતો.
સાળંગપુર દાદાને અલગ ફૂલો દ્વારા તેમનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે જે જોઇને તમે પણ અભિભૂત થઈ જશો.
નજરો જોઇને એવું લાગી રહ્યું છે કે જાણે દાદા પણ સૌની સાથે હોળી રમવા માટે તૈયાર છે. સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા 25 હજાર કિલો ઓર્ગેનિક રંગ ઉદયપુરથી મંગાવવામાં આવ્યા છે.
આ રંગોત્સવમાં રંગના 250 બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભક્તિ ગીતો પર લોકો ઝૂમી ઉઠ્યા છે.
સાળંગપૂર રંગોત્સવમાં રંગોની સાથે 1 હજાર કિલો ચોકલેટ પણ ભક્તો પર ઉડાવવામાં આવી હતી. 60 ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી હતી.
ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી- સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો હતો જેમાં સૌ ભક્તો ભગવાન તથા ગુરુના ચરિત્રોનું સ્મરણ કરીને તથા મહંતસ્વામી મહારાજના સંગે ભક્તિ તથા જ્ઞાનના રંગે રંગાયા હતા.