ભુત, ભવિષ્ય અને વર્તમાન એક છત નીચે ૧૦૫૦ જેટલા સ્નાતકોએ વર્તમાન સ્નાતકો અને વિઘાર્થીઓને પ્રોત્સાહીત કરાયા
જુનાગઢ ગઇકાલે કોલેજના ભુતપૂર્વ સ્નાતકો સાથેનું છઠ્ઠુ એલ્યુજની મીટ યોજાઇ હતી પરંપરાગત રીતે યોજાતા આ સ્નેહ મિલન સમારંભમાં ભૂતપૂર્વ સ્નાતકોની ડીરેકટરીનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. ઉચ્ચ કારકીર્દી સાથે ટેકનોલોજીમાં મહતવના યોગદાન અંગે વી.સી. પાઠક તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ વયકતત્યો આપ્યો હતા.
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડીટોરીયલ હોલમાં કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજના ભુતપૂર્વ સ્નાતકોનું છઠ્ઠુ કન્વેનશન એલ્યુમની મીટ યોજાયું હતું આ કોલેજમાંથી અત્યાર સુધીમાં ૧૦૫૦ જેટાલ સ્નાતકો બહાર પડયા છે. આ સ્નાતકો કૃષિ અને ઇજનેરી ક્ષેત્રમાં ઉચ્ચ કારકીર્દી ધરાવે છે. અને કૃષિની ટેકનોલોજી ક્ષેત્રે મહત્વનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે જુનાગઢ મુકામે કોલેજ શરુ થયાને ૩૬ વર્ષ પુરા થયા હોય કોલેજના ભૂતપૂર્વ સ્નાતકો દ્વારા છઠ્ઠી કન્વેનશન ઉજવાઇ રહ્યુ છે. જેનો ઉદધાટન સમારોહ રવિવારે કૃષિ ઓડીટોરીયલ હોલ ખાતે યોજાયો હતો. કુલપતિ ડો. એ.આર. પાઠકના અઘ્યક્ષ પદે યોજાયેલ કાર્યક્રમમાં મૂખ્ય મહેમાન તરીકે ડો. એન.એસ. રાઠોડ તેમજ કોલેજના ભુતપૂર્વ મહેમાન તરીકે ડઠો. એન.એસ રાઠોડ તેમજ કોલેજના ભૂતપૂર્વ વિઘાર્થીઓ રમેશભાઇ ખીચડીયા, અશ્વીનભાઇ સાહરીયા, લાલજીભાઇ વેકરીયા, લાલજીભાઇ ગજેરા, વગેરે પણ ઉ૫સ્થિત રહ્યા હતા ખાસ કરીને રાજયમાં ઓજારો અને ટેકનોલોજીનુ મહત્વ વધી ગયેલ હોય ગુજરાત સરકારમાં એક નવો અલાયદો નું મહત્વ વધી ગયેલ છે.