સરકારના “વિશ્ર્વ વસ્તી દિન ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના જોડીયા ગામની હુન્નર શાળામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.જે.ડી.નળીયાપરાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં શાળાના પ્રિન્સીપાલ પ્રવિણાબેન, પ્રા.આ.કે.ના મેડિકલ ઓફિસર ડો.ડી.એસ.પમનાણી તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો.જે.ડી.નળીયાપરાએ પ્રસંગને અનુ‚પ વસ્તી વધારાથી થતી સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપેલ હતું. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના સુપરવાઈઝર, આરોગ્ય કર્મચારી, શાળાના શિક્ષકો તથા શાળાની ૩૭૦ વિદ્યાર્થીનીઓ હાજર રહેલ હતી. આ કાર્યક્રમમાં નિબંધ સ્પર્ધા તથા વકૃત્વ સ્પર્ધા રાખવામાં આવેલ હતી. આ સ્પર્ધામાં પ્રથમ, બીજા તથા ત્રીજા ક્રમે આવેલ સ્પર્ધકોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઈનામ આપવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં આરોગ્ય વિષયક પત્રિકાઓનું વિતરણ, પોસ્ટર, બેનર લગાડી પ્રદર્શન રાખેલ હતું.
આ ઉપરાંત તાલુકા કક્ષાનો લાયક-લક્ક્ષિત દંપતીઓનો એક સેમીનાર રાખવામાં આવેલ હતો. આ સેમિનારમાં જોડીયા તાલુકાના ગામોમાંથી લાયક-લક્ક્ષિત દંપતીઓ આવેલ હતા. આ લાયક-લક્ક્ષિત દંપતીઓને ગ્રુપમાં બેસાડી તાલુકા હેલ્થ ઓફિસર ડો.જે.ડી.નળીયાપરા, પ્રા.આ.કે.ના મેડિકલ ઓફિસર ડો.ડી.એસ.પમનાણી તથા આરોગ્ય કર્મચારીઓ દ્વારા વસ્તી નિયંત્રણ માટે કુટુંબ કલ્યાણની વિવિધ પધ્ધતિઓ અંગે વિસ્તારથી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. તથા લાયક-લક્ક્ષિત દંપતીઓની મુશ્કેલીઓ જાણી તેનું નિરાકરણ કરવામાં આવેલ હતું. આ સેમિનારમાં ૪૨ લાયક-લક્ક્ષિત દંપતીઓ આવેલ હતા. આ કાર્યક્રમમાં આરોગ્ય વિષયક પત્રિકાઓનું વિતરણ, પોસ્ટર, બેનર લગાડી પ્રદર્શન રાખેલ હતું.
આ ઉપરાંત તાલુકા હેલ્થ ઓફિસ-જોડીયા દ્વારા જોડીયા તાલુકાના અન્ય ગામોમાં ગુરુશીબીર તથા લઘુશીબીરનું આયોજન કરી વધુમાં વધુ લોકો કુટુંબ કલ્યાણની વિવિધ પધ્ધતિઓ અંગે આરોગ્યલક્ષી માર્ગદર્શન મેળવી તેને અપનાવે તેવી તાલુકા હેલ્થ ઓફિસર ડો.જે.ડી.નળીયાપરા દ્વારા અપીલ કરવામાં આવી છે.