વ્હોરા સમાજના ભાઇઓએ પારંપારિક પોષાકમાં જુલુસમાં ઉત્સાહભેર ભાગ લીધો.
દાઉદી વ્હોરા ભાઇઓ દ્વારા મોહંમદ પૈગમ્બર સાહેબની મિલાદની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શેખ જુઝરભાઇ પનવેલવાલાની સદારતમાં શાનદાર જુલુસમાં પારંપારિક પોષાકમાં વ્હોરા ભાઇઓએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો. સંઘાડીયા બજાર સ્થિર બદમી મસ્જીદથી શરુ થઇ શહેરની મુખ્ય બજારમાં ફરીને બહારપુરા સ્થિત તૈયલી મસ્જીદમાં જુલુસ સંપન્ન થયું હતું. જુલુસમાં મોહંમદ પૈગમ્બર સાહેબની શાનમાં કસીદા અને નાતનું પઠન કરવામાં આવ્યુંઆ પ્રસંગે વડા ધર્મગુરુ મોહંમદ બુરહાનુદ્દીન સાહેબના દી.સ. ૧૪૨૫ ના કુવૈત ખાતેનું પ્રવચન રીલે કરવામાં આવ્યું
સૈયદના સાહેબે પોતાના અનુયાયીઓને શીખ આપતા ફરમાવ્યું કે તમે બેહતર અખ્લાકથી જીવન જીવો, તમારા ઘરોમને મોહલ્લાને સ્વચ્છ રાખો, ઇમાનદારીથી વેપાર કરો, ઘરોમાં સાદગીપૂર્ણ ખુશહાલ જીંદગી જીવો, હળી મળીને રહો, જરુરીયાત વાળા લોકોને મદદ કરો, યુવા વર્ગને શીખ આપતા સૈયદમા સાહેબે ફરમાવ્યું કે મા-બાપ અને વડીલોને માન આપો તેણે પ્રેમ, સત્ય, શાંતિ, ભાઇચારાની શિખામણ આપી હતી.મિલાદુછબીની ઉજવણીના ભાગરુપ ન્યાઝનું આયોજન કરવામાં આવેલ હતું મસ્જીદો અને ઘરોને લાઇટથી શણગારવામાં આવ્યા હતા.