સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, પર્યાવરણ બચાવો સહિતના કાર્યક્રમો યોજાયા
આજે વિશ્ર્વ પર્યાવરણની ઉજવણીના ભાગ‚પે રેલવે પશ્ર્ચિમ વિભાગના ડી.આર.એમ પી.બી.નિનાવેએ રાજકોટ રેલવે સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. તેમજ આ ઉપરાંત પ્લેટફોર્મ નં.૧ ઉપર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. તેમજ રેલવે કર્મચારી દ્વારા પર્યાવરણ બચાવવા નાટક યોજાયું અને સ્ટેશન પર યાત્રાળુઓને પ્લાસ્ટીકની થેલી બંધ કરવા અને કપડાની થેલી વાપરવા અપીલ કરાઈ હતી.
તે ઉપરાંત યાત્રાળુઓને કપડાની થેલીનું વિતરણ કરાયું હતું. તેમજ રેલવે કોલોનીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ જનજાગૃતિ કાર્યક્રમમાં રાજકોટ ડિવિઝનના ડી.આર.એમ પી.બી.નિનાવે, પીડીઆરએમ એસ.એસ.યાદવ તથા અન્ય બ્રાન્ચના ઓફિસરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.