- પ્રી-પ્રાઇમરીથી લઇને પ્રાઈમરીનાં દરેક વિદ્યાર્થીઓએ લીધો ભાગ
- સ્કૂલના ટ્રસ્ટી સુનિતા સબ્રવાલ, ચેરમેન રોહિત સબ્રવાલ સહિતના મુખ્ય મહેમાનો રહ્યા ઉપસ્થિત
ગાંધીધામમાં સુદર્શન પૃથ્વીરાજ તલવાર દ્વારા ચાલતી સનફ્લાવર સ્કૂલમાં શાળાનાં 30માં સ્થાપના દિનની ઉજવણી નિમિતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રી-પ્રાઇમરીથી લઇને પ્રાઈમરીનાં દરેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં परिवर्तनः संकल्प से सिद्धि तक” થીમને સાર્થક કરતાં ગીતોની જુગલબંદીથી “મોબાઈલ એ આપણા માટે સગવડનું સાધન છે નહીં કોઈ લત કે આદત” દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્કૂલના ટ્રસ્ટી સુનિતા મેમ , રોહિત સાહેબ, BRC સાહેબ લાલજી ઠક્કર, સહિતના મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં.
ગાંધીધામમાં સુદર્શન પૃથ્વીરાજ તલવાર દ્વારા ચાલતી સનફ્લાવર સ્કૂલમાં શાળાનાં 30 માં સ્થાપના દિન ની ઉજવણીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતું. આ કાર્યક્રમમાં સ્કૂલના ટ્રસ્ટી સુનિતા સબ્રવાલ, રોહિત સબ્રવાલ સાહેબ(સનફ્લાવર સ્કૂલનાં ચેરમેન ), બી.આર.સી લાલજી ઠક્કર, સી. આર. સી નરેન મહેશ્વરી, એમ. આઈ. એસ. સિદ્ધાર્થ દવે, જયશ્રી મહેશ્વરી, ગીતા ગણાત્રા, કાઈનાથ અન્સારી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી. શાળાનાં ડાઈરેક્ટર તેમજ પ્રિન્સિપાલ પૂજા ગોલડી કપાનીયાના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવેલ આ કાર્યક્રમમાં પ્રી પ્રાઇમરી થી લઇ ને પ્રાઈમરી નાં દરેક વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
” परिवर्तनः संकल्प से सिद्धि तक” થીમને સાર્થક કરતાં ગીતોની જુગલબંદીથી વિદ્યાર્થીઓ તેમજ વાલીગણ તેમજ સમાજ નાં દરેક વ્યકતિને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવેલ હતું કે મોબાઈલ એ આપણા માટે એક સગવડનું સાધન છે નહીં કે કોઈ લત કે આદત. આમ આ કાર્યક્રમ સમાજ ને યોગ્ય દિશા દેખાડ માટે એક ઉદાહરણ પાડે છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો ને પુરસ્કાર થી સમ્માનીત કરવા માં આવે.અને વાલીગણ માટે લક્કી ડ્રો દ્વારા ઇનામ પણ એનાયત કરવામાં આવે. આમ શાળાનાં સંપૂર્ણ સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ વાલીગણ નાં લીધે કર્યાક્રમ સફળ બની રહ્યું. અંતમાં હર્ષ ઉલ્લાસથી આ કાર્યક્રમનું સમાપન કરવામા આવ્યું હતું.
અહેવાલ: ભારતી માખીજાણી