રામકથાના આરંભ પુર્વે નિકળેલી ભવ્ય શોભાયાત્રામાં હનુમાન ભકતો બહોળી સંખ્યામાં ઉમટયા: જય શ્રી રામના નાદ
રાજકોટના રૈયા રોડ પર આવેલા હનુમાનમઢી મંદિરમાં બિરાજતા દાદાને સુવર્ણ સિંહાસન અર્પણ કરવાના લાભાર્થે ભવ્ય શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં રાજકોટના હજારો ધર્મ પ્રેમી ભાઈઓ-બહેનો ભાગ લેશે.રામકથાના આયોજનના ભાગરૂપે ગઈકાલે શહેરના રાજમાર્ગો પર પોથીયાત્રા નીકળી હતી જેમાં પણ મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો.
રાજકોટના અતિ પ્રાચીન હનુમાનજી મહારાજના મંદિરોમાનું એક મંદિર રૈયા રોડ પર આવેલું હનુમાન મઢી મંદિર છે.132 વર્ષથી પણ વધુ સમયથી હનુમાન દાદા ત્યાં બિરાજમાન છે તથા દાદાને સુવર્ણ સિંહાસન અર્પણ કરવાના લાભાર્થે રૈયા રોડ પર આવેલ અલ્કાપુરીમાં અલ્કેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભવ્ય અને શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ 24 ફેબ્રુઆરી થી 4 ફેબ્રુઆરી દરમ્યાન દરરોજ બપોરે 2:30 થી 6:30 સુધી આ કથા યોજનારી છે,જેમાં શિવ વિવાહ,રામ જન્મ,રામ વિવાહ,રામ વનવાસ કેવટ પ્રસંગ,શબરી પ્રસંગ,હનુમંત ચરિત્ર સહિત પાવન પ્રસંગોની ઉજવણી થવા જઈ રહી છે. ગઈકાલે કથાના પ્રથમ દિવસે રામ-સીતા તથા હનુમાનજીની આરતી કરી તેમને યાદ કરવામાં આવ્યા.હજારોની સંખ્યામાં રાજકોટની ધર્મ પ્રેમી જનતા આ રામકથા શ્રવણ કરવા આવનારી છે.હમીરપરવાળા હરિકાન્તદાસજી મહારાજ વ્યાસપીઠ પર બિરાજમાન થઈ આ કથાનું રસપાન સૌને કરાવશે.
ગઈકાલે રામ કથા નિમિત્તે કાર,બુલેટ,બાઈક વિવિધ પ્લોટ,ખુલી જીપ તથા ડીજે ના તાલે આ જાજરમાન પોથી યાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. મોટી સંખ્યામાં લોકો પોતે યાત્રામાં હાજર રહ્યા હતા તથા અબ તકના માધ્યમથી પણ આ પોથીયાત્રાનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જેમાં ડિજિટલી લાખો લોકોએ આ પોથી યાત્રાને માણી હતી. મંદિરના પૂજારી કશ્યપભાઈ તથા સમગ્ર આયોજકો વતી સર્વેને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે તથા યથાશક્તિ ધાનપુર કરવાની અપીલ કરવામાં આવી છે
દાદા ને સુવર્ણ સિંહાસન અર્પણ કરવાના લાભાર્થે આ રામકથાનું આયોજન : કશ્યપભાઈ (પૂજારી)
અબતક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં હનુમાનમઢી મંદિરના પૂજારી કશ્યપભાઈ જણાવે છે કે,132 વર્ષ જૂનું રાજકોટનું પ્રાચીન હનુમાનજીનું એકમાત્ર મંદિર હનુમાન મઢી મંદિર છે, જેમાં બિરાજતા દાદાને સુવર્ણ સિંહાસન અર્પણ કરવાના લાભાર્થે ભવ્ય શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે,જેના ભાગરૂપે આજરોજ પોથીયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી છે,મોટી સંખ્યામાં આ પોથી યાત્રામાં ભાવિકો જોડાયા છે તથા કાર,બુલેટ,બાઈક વિવિધ પ્લોટ,ખુલી જીપ તથા ડીજે ના તાલે આ જાજરમાન પોથી યાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી છે.ખાસ યુવાનોમાં પ્રિય એવા હનુમાનજી મહારાજને સુવર્ણ સિંહાસન અર્પણ કરવાનું હોય જેથી રાજકોટની ધર્મ પ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ છે કે આ રામકથામાં તમે ભાગ લો તથા યથાશક્તિ દાન પુન કરો જેથી દાદા નું સુવર્ણ સિંહાસન વહેલી તકે તૈયાર થઈ જાય.
132 વર્ષથી દાદા અહીં બિરાજમાન છે : અજયભાઈ પટેલ
અબતક સાથેની વાતચીતમાં મુખ્ય યજમાન તથા જાણીતા શિક્ષણશાસ્ત્રી ન્યુએરા સ્કૂલના અજયભાઈ પટેલ જણાવે છે કે,132 વર્ષથી અહીં હનુમાનજી બિરાજમાન છે તથા તેમના પરચા પણ ખૂબ ખ્યાતિ પામેલા છે,ત્યારે દાદા ને સુવર્ણ સિંહાસન અર્પણ કરવાના ભાવ સાથે રામકથાનું આયોજન કર્યું છે જેમાં રાજકોટની ધર્મ પ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ છે.
યથાશક્તિ દાન આપી દાદાને સુવર્ણ સિંહાસન અર્પણ કરવાના ભાવને વધુ વેગવંતુ બનાવીએ : જીમ્મીભાઈ અડવાણી
જીમ્મીભાઈ અડવાણી અબતક ને જણાવે છે કે, તા.24 ફેબ્રુઆરી થી 4 માર્ચ સુધી દાદાના સાનિધ્યમાં અલ્કેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં રાજકોટની ધર્મપ્રેમી જનતા માટે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.દાદાને સુવર્ણ સિંહાસન અર્પણ કરવાના ભાવથી આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે,જેથી સર્વે ભાઈઓ બહેનોને મારુ ભાવભર્યું આમંત્રણ છે.આ કથા માટે આપ જરૂરથી સમય ફાળવી કથાનું રસપાન કરવા આવો તથા યથાશક્તિ દાન આપી દાદાને સુવર્ણ સિંહાસન અર્પણ કરવાના ભાવને વધુ વેગવંતુ બનાવો.સનાતન સંસ્કૃતિને જાગૃત રાખવા માટે પણ આ એક ખુબ સરસ પ્રયાસ કરવામાં આવ્યો છે અને આવા કાર્યો જરૂરથી થવા જ જોઈએ.આ તકે હું પૂજારીશ્રીને,મુખ્ય યજમાનને તથા સર્વે ભક્તોને અભિનંદન તથા શુભેચ્છા પાઠવું છું.