જામનગર સમાચાર

અયોધ્યા ખાતે સદીઓની પ્રતિક્ષા બાદ થયેલી રામલલ્લાની પધરામણીને વધાવવા સમગ્ર દેશની સાથે સાથે જામનગર ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શ્રી ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન નીચે રિફાઇનરીની આસપાસના 13 ગામોમાં તા. 22 જાન્યુઆરીએ રામોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

WhatsApp Image 2024 01 24 at 16.27.27 1

રિફાઇનરી નજીકના નાની ખાવડી, ગાગવા, ડેરા ચિકારી, કાના ચિકારી, નવાગામ, મોટીખાવડી, પડાણા, સેતાલુસ, નવાણીયા, જોગવડ, મેઘનું ગામ, પીપળી અને સિક્કામાં લોકઉત્સવ તરીકે ઉજવાયેલ આ પ્રસંગમાં રિલાયન્સ દ્વારા સક્રિય યોગદાન અપાયું હતું.

WhatsApp Image 2024 01 24 at 16.27.28

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અંદાજે 12,000 રામ ભક્તોને પ્રસાદ વિતરણ કરાયું હતું. તદઉપરાંત 8,800 ગ્રામજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

WhatsApp Image 2024 01 24 at 16.27.27 2

આ તમામ ગામોમાં રામધૂન, સુંદરકાંડના પાઠ, મહા આરતી, શોભાયાત્રા, ગ્રામ સુશોભન સહિતના કાર્યક્રમોમાં રિલાયન્સના ગૃપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણી દ્વારા પોતાના પ્રતિનિધિઓને હાજર રાખીને કરેલા સક્રિય યોગદાનની ગ્રામજનોએ પણ સરાહના કરી હતી. દરેક ગામમાં મંદિરોમાં ધ્વજારોહણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.