- ગુરૂએ પ્રગટાવેલી જ્યોત 50 વર્ષથી ઝળહળી રહી છે નૃત્ય સંગમમાં 400 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
- જે.જે કુંડલીયા કોલેજ ગોલ્ડન જ્યુબલીની ભવ્ય સાંસ્કૃતિક કેળવણી અને રમતગમત સહિતના વિવિધ કાર્યક્રમોથી કરશે ઉજવણી
લાભુભાઈ ત્રિવેદી ની પ્રજ્વલિત જ્યોત મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ ની 27 સંસ્થાઓ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 40 વર્ષથી મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વસંત ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હતું આ કાર્યક્રમમાં વસંતના આગમન પર વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવતા હતા.કાળ ક્રમે નવા રંગરૂપ સાથે છેલ્લા પાંચ વર્ષથી આ કાર્યક્રમને નૃત્યોત્સવ નૃત્ય સંગમ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમમાં ભારતની સંસ્કૃતિને ઉજાગર કરતા રાસ ગરબા તથા વિવિધ ફલોક ડાન્સ સહિતની કૃતિઓ રજૂ કરવામાં આવે છે.
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટની 27 સંસ્થાના 400 જેટલા વિદ્યાર્થીઓ ઉમળકાભેર આ કાર્યક્રમમાં ભાગ લિધો છે. સમગ્ર કાર્યક્રમનું નિર્દેશન અને કલ્પન રમેશભાઈ છાયા ક્ધયા છાત્રાલયના શિક્ષિકા સોનલબેન સાગઠીયાએ કરેલ છે. કોરોના બાદ બે વર્ષ આ કાર્યક્રમ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.હેમુ ગઢવી હોલ ખાતે ભવ્યથી ભવ્ય રીતે આ કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ મા રાજકોટ શહેર કલેકટર અરુણ મહેશ બાબુ,મ્યુન્સિપલ કમિશનર અમિત અરોરા,પીજીવીસીએલ જોઈન્ટ એમડી પ્રીતિ શર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટની 27 સંસ્થાના પ્રિન્સિપાલ,શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.
વિદ્યાર્થીઓએ ઉમળકાભેર કાર્યક્રમમાં કૃતિ રજૂ કરી: અલ્પનાબેન ત્રિવેદી (ટ્રસ્ટી)
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના અલ્પનાબેન ત્રિવેદીએ અબ તક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,છેલ્લા પાંચ વર્ષથી આ કાર્યક્રમને નૃત્યોત્સવ નૃત્ય સંગમ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમમાં ભારતની સંસ્કૃતિને ઉજાગર કરતા રાસ ગરબા તથા વિવિધ ફલોક ડાન્સ સહિતની કૃતિઓ રજૂ કરવામાં આવે છે વિદ્યાર્થીઓએ ઉમરતાભેર ઉત્સાહથી કાર્યક્રમમાં ભાગ લઈ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.
આગામી દિવસોમાં ગોલ્ડન જ્યુબિલીની વિવિધ કાર્યક્રમો થકી કરાશે ભવ્ય ઉજવણી: પ્રીતિબેન ગણાત્રા (પ્રિન્સિપાલ)
જે.જે કુંડલીયા કોમર્સ કોલેજના પ્રિન્સિપલ પ્રીતિબેન ગણાત્રાએ અબ તક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, જે જે કુંડલીયા કોલેજ ગોલ્ડન જુબલી ચાલી રહી છે.50 વર્ષથી અવિરત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર રહી છે. આગામી દિવસોમાં ગોલ્ડન જુબલી ની ઉજવણી નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે બાલ ભવન ખાતે નવરાત્રી મહોત્સવ, મેરી ટેલેન્ટ મેરી પહેચાન કાર્યક્રમ, મહારાજન કેમ્પ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે તેમજ આગામી દિવસોમાં ભવ્ય રમતગમત કાર્યક્રમ આયોજન કરવામાં આવશે.
જે.જે કુંડલીયા કોલેજ નો વિદ્યાર્થી તમામ ક્ષેત્રમાં અગ્રેસર રહે છે: યજ્ઞેશભાઈ જોશી (પ્રિન્સિપાલ)
જે જે કુંડલીયા કોલેજ ઇંગ્લીશ મીડીયમ ના પ્રિન્સિપલ યજ્ઞેશભાઈ જોશી એ અબ તક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે જે જે કુંડલીયા કોલેજ નો વિદ્યાર્થી સમાજ જીવનના તમામ ક્ષેત્રમાં તથા વણખેડાયેલા ક્ષેત્રમાં અગ્રેસર રહે છે. વર્ષો જુના તથા અનુભવી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે.
બાળકને સ્ટેજ પર પર્ફોર્મ કરતા જોઈ વાલીઓમાં રાજીપો જોવા મળે છે: ભારતીબેન નથવાણી
લાલ બહાદુર ઇંગ્લીશ મીડીયમ પ્રાઇમરી સ્કૂલના ભારતીબેન નથવાણીએ અબ તક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભા વધુ સરળતાથી બહાર આવે છે તેમ જ વિદ્યાર્થીઓને સ્ટેજ પર પર્ફોર્મ કરતાં વાલીઓમાં રાજીપો જોવા મળતો હોય છે.