ho

બાળકો, યુવાનો અને વડિલોએ સાથે મળી રાસની રમઝટ બોલાવી

જાફરાબાદ વણિક જ્ઞાતિના યુવાનો તથા કપોળ ધોધારી મહારાજના સંયુકત ઉપક્રમે નવરાત્રીનું સુંદર આયોજન સમાજની વાડીમાં કરવામાં આવેલ છે. જેમાં દરેક બાળકો, યુવાનો અને વડીલોએ સાથે મળીને નવરાત્રી માતાજીની આરાધના તથા રાસની રમઝટ બોલાવેલ હતી.

તે દરમ્યાન જ્ઞાતીની દિકરી ચાર્મી ચેતન વાવડીયાનો જન્મદિવસ હોય તેણીને મહાજન તરફથી પુષ્પગુચ્છ અને કેક કાપી તથા શુભકામના જ્ઞાતીવતી આપેલ અને જન્મદિવસની આનંદથી ઉજવણી કરેલ હતી. નવરાત્રી દરમ્યાન બે દિવસ સ્વાદીષ્ટ ભોજનની મોજ માણી હતી. તેમજ કાર્યક્રમ દરમ્યાન નાસ્તો, ઠંડા પીણા, ચાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. છેલ્લા દિવસોમાં યુવાનો રાત્રીના ખુબ જ રમ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જ્ઞાતીની મહિલા પાંખ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી, હોનહાર રમત તથા દરેક કાર્યમાં સહકાર મળેલ હતો તે ખુબ જ સરાહનીય છે. વડીલો હર્ષદભાઈ ગોરડીયા, સુધીરભાઈ દોશી, કનૈયાલાલ પારેખ, ડો.મહેતા, ડો.મેઘનાબેન, મયુરભાઈ મહેતા, અશોકભાઈ દોશી, મહેન્દ્ર દોશી, જનક વોરા, નરેશ ગોરડીયા, સુરેશભાઈ મહેતાએ હાજરી આપેલ હતી અને સફળ બનાવવા પંકજ મહેતા, હિરેન મહેતા (લાલો), ચેતન વાવડીયા, નીકુંજ દોશી, હેમાંગ મહેતા, અક્ષય મહેતા, પાર્થ દોશી, આનંદ ગોરડીયા, શ્યામ ગોરડીયા, હિતેશ દોશી, અમન ગોરડીયા, જય વૈષ્નવ, કરણ વોરા, સુજલ દોશી, નિશાંત ગોરડીયા, મીહીર વાવડીયા, ધાર્મિક મહેતા, કિર્તન મહેતા, દીપ ગોરડીયાએ જહેમત ઉઠાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.