મહિલા સમિતિ દ્વારા અન્નકુટ મહાઆરતી તેમજ માર્ગદર્શક સેમિનાર યોજાયો

ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠાને એક વર્ષ પુરુ થયું છે. ત્યારે લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામમાં દિવસેને દિવસે ભકતોને ભીડ વધી રહી છે. અહીં દરેક તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં મા ખોડલના પ્રાગટય દિવસ ખોડીયાર જયંતિની ઉજવણી ખોડલધામ ટ્રસ્ટની મહીલા સમીતી દ્વારા કરવામાં આવી હતી.

મહીલા સમિતિની બહેનો દ્વારા સવારથી મંદીરમાં શણગાર કરવામાં આવ્યો હતો.ે બપોરે ૧૧ વાગે માતાજીને રપ૧ થી વધુ અવનવી વાનગીઓનો અન્નકુટ ધરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ માતાજીની આરતી કરવામાં આવી હતી. ખોડીયાર જયંતિનાં પાવન દિવસે ખોડલધામ મહિલા સમિતિ દ્વારા દિવસ દરમ્યાન પ ઘ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

બપોરે અન્નકુટની મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧પ૦૦ થીવધુ બહેનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. મહાપ્રસાદ લીધા બાર બધા બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી. બહેનો માટે એક માર્ગદર્શન સેમીનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.