હજારો માઇ ભકતોએ માતાજીના શ્રૃંગાર દર્શનનો મોંઘેરો લ્હાવો લીધો

જગપ્રસિદ્ધ ચોટીલાના ચામુંડા માતાજીના ડુંગર ઉપર શુક્રવારે આઠમ નો મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો ચોટીલાના આ ડુંગર ઉપર શુક્રવારે હવનાષ્ટમી પ્રસંગે માઈ ભકતોએ માતાના દિવ્ય દર્શનનો લહાવો લઇ માતાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું શુક્રવારે વહેલી પરોઢથી માઈ ભકતોએ ડુંગર ચડવાની શરૂઆત કરી હતી જ્યારે આ વર્ષે આસો માસની નવરાત્રી પ્રસંગે ડુંગર ઉપર ચામુંડા માતાજીનો દિવસમાં ત્રણ વખત શણગાર બદલવામાં આવે છે જેના કારણે માતા ચામુંડા હાજરા હજુર ભક્તજનો સામે બિરાજમાન થયા હોય તેવું અનુપમ દ્રશ્ય નજરે જોવા મળ્યું હતું

જ્યારે શુક્રવારે વહેલી પરોઢથી સંધ્યા આરતી સુધી માનવ મહેરામણ માતાના દર્શને ઉમટયો હતો તેવી જ રીતે અનેક માઇભક્તોએ આઠમ પ્રસંગે ડુંગર ઉપર યોજાયેલ હવન નો દર્શનનો મોઘેરો લહાવો લીધો હતો.

માતા ચામુંડા ખાચર કાઠી દરબારો, દરજી, જૈનો  ગરાસિયા દરબાર, આહિર ,રબારી સમાજ સહિત અનેક જ્ઞાતિઓના કુળદેવી છે જ્યારેમાતા ચામુંડા ના  પરચા અનેક છે અને ખાસ કરીને રવિવારે પૂનમે તથા ધાર્મિક તહેવારો દરમિયાન રાજ્ય તેમજ અન્ય રાજયોમાંથી યાત્રિકો મા ના દર્શન કરવા પધારતા હોય છે જ્યારે આઠમના દિવસે ડુંગર ઉપર યોજાતા હવન કુંડ ની ભસ્મ નું તિલક કરવા પણ માઇભકતો આતુર રહેતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.