શિવશક્તિ ડેરી વાળા જગદીશભાઇ અકબરી અને પ્રદિપ ડવના સહિયારા પ્રયાસથી ભવ્ય આયોજન

રંગીલા રાજકોટમાં અનેક જગ્યાએ ગણેશોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહેરનાં નવલનગરમાં નવલનગર યુવા ગ્રુપ દ્વારા નવ વર્ષથી ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. દસ દ. વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રથમવાર ગણેશોત્સવનું આયોજન અષ્ટવિનાયક ધામમાં વિકલાંગ બાળકોનાં હસ્તે આરતી, બ્લડ ડોનેશન કેમ્પ અને રાસ ગરબા જેવા કાર્યક્રમો યોજાશે

રાજકોટ ખાતે પ્રથમ વાર વિશ્વ હિન્દુ પરિષદ અને સામાજિક આગેવાન જયેશભાઇ પટેલના સહિયારા ઉપક્રમે ગણેશ મહોત્સવનું આયીજન કરાયું છે. શહેરનો છેવાડાનો વિસ્તાર કહી શકાય એવા કોઠારીયા રોડ, રણુંજા મંદિર પાસે અષ્ટવિનાયક ધામ બનાવાયું છે. ૧૦ ફુટ ઊંચી ગણેશજી ની પ્રતિમા સાથેના આયોજનમાં હજારો ભાવિ ભક્તો દરરોજ ભાગ લઈને આરતીનો લાભ લઇ રહયા છે. દસ દિવસીય ગણેશ મહોત્સવ માં વિહિપ દ્વારા દરરોજ અલગ અલગ કાર્યકર્મો નું આયોજન કરાયું છે જેમાં ગત તારીખ ૩ સપ્ટેમ્બર ના રોજ વૃદ્ધાશ્રમ ના વડીલો સાથે ભોજન નો કાર્યક્રમ યોજાયો હતો.

તેમણે આ તકે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રથમવાર કોઠારીયા રોડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ના સહિયારા ઉપક્રમે ગણેશ મહોત્સવ નું આયોજન કરાયું છે જેમાં દરરોજ ૩ થી ૪ હજાર લોકો ભાગ લઈ રહ્યા છે અને હજુ વધુ ને વધુ ભક્તો લાભ લેશે.

હિન્દૂ સમાજ ની સંસ્થા વિહિપ અને બજરંગ દળ દ્વારા અષ્ટવિનાયક ધામ સ્વરૂપે ગણપતિ મહોત્સવ નું આયોજન કરાયું છે. હિન્દૂ સમાજ ના પર્વો ના માધ્યમ થી વિહિપ હર હંમેશ સમાજને એક તાંતણે બાંધવા કટિબદ્ધ છે જેના ભાગરૂપે આ આયોજન કરાયું છે.

હિન્દૂ સમાજના તમામ કર્યોની શરૂઆત ગણેશજીની આરાધનાથી થાય છે. ગણેશજી ને મનોકામના પૂર્ણ કરતા દેવ ગણેશજીને માનવામાં આવે છે. આ આયોજનમાં દરરોજ જુદા જુદા કાર્યક્રમો નું આયોજન કરાયું છે. વિકલાંગ બાળકો ના હસ્તે આરતી, બ્લડ ડોનેશન કેમ્પ, વાહનો માટે રાસ ગરબા જેવા કાર્યક્રમો નું આયોજન કરાયું છે.

સંયુક્ત કુટુંબની ભાવના હવે તૂટી રહી છે ત્યારે વૃદ્ધાશ્રમ ના વડીલોને તેમના પરિવારની ખોટ ના લાગે તેમજ જેઓ હવે સંયુક્ત કુટુંબની ભાવના ધરાવતા નથી તેમણે સંદેશ મળે તેવા ઉદેશ્ય થી આજે વૃદ્ધશ્રમ ના વડીલો સાથે ભોજનનો ખાસ કાર્યક્રમ રખાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.