સમગ્ર દેશમાં દુંદાળાદેવની સ્થાપના ગણેશોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ‘મન કી બાત’માં ઇકો-ફેન્ડલી ગણેશની પ્રતિમાની સ્થાપના દ્વારા ગણેશોત્સવ ઉજવવા સૌને આહવાન કરેલ છે, ત્યારે સ્વ. અરવિંદભાઇ દોલતરાય વ્યાસ પરિવારના પૌત્ર નિશીત તથા તેમના માતા પલબેન અને િ૫તા દિપેનભાઇએ દર વર્ષની જેમ આ વર્ષે પણ બર્ફાની બાબાની થીમ ઉપર મહાદેવ તળે ગણેશજીની ઇકો-ફેન્ડલી મૂર્તિ પોતાના ઘરે માટીમાંથી બનાવેલ છે.
૧ સપ્ટે. સુધી રોજ રાત્રે ૮ કલાકે આરતી તેમજ તા. ૩૦-૮-૨૦ રવિવારના સાંજે ૭ કલાકે અન્નકોટ તથા મહાઆરતીનો ભવ્ય કાર્યક્રમ તથા પ્રસાદ વિતરણ કરવામાં આવશે. સરકારના સોશ્યલ ડીસ્ટન્સ, હેન્ડ સેનેટાઇઝ તેમજ માસ્ક પહેરવાના નિયમ મુજબ સગા-વ્હાલા, મિત્રોને દર્શનનો લાભ લેવા વ્યાસ પરિવાર દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.