જીટીયુમાં પ્રથમ આવેલ વિઘાર્થીને રૂ. ૨૫૦૦૦ ની સ્કોલરશીપ વિઘાર્થીઓ સામાજીક સંદેશો આપતા સાંસ્કૃતિક રજૂ કર્યા

વી.વી.પી. ઇજનેરી કોલેજમાં વાર્ષિક દિન ઝીલ ૨૦૧૯ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે પ્રસંગે વીવીપી ના મેનેજીગ ટ્રસ્ટી લલીતભાઇ મહેતા, ટ્રસ્ટી કૌશિકભાઇ શુકલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સં સૌરાષ્ટ્ર પ્રાંતના સહ વ્યવહાર પ્રમુખ ડો. નરેન્દ્રભાઇ દવે, જાણીતા મહીલા આગેવાન લીનાબેન કૌશિકભાઇ શુકલ, રાજકોટ શહેર લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ ઓલ વર્લ્ડ લોહાણા મહાજનના જનરલ સેક્રેટરી અને જાણીતા મહીલા આગેવાન કાશ્મીરાબેન નથવાણી, ઉઘોગપતિ કમલભાઇ સોજીત્રા, પ્રખ્યાત નાટયકાર અને અભિનેતા મનીષભાઇ પારેખ, આર.સી. હાઇટસના માલીક જાણીતા બીલ્ડર રમેશભાઇ પાંચાલી અગ્રગણય બીલ્ડર અને કોન્ટ્રાકટર હેમેન્દ્રભાઇ કાસુંદરા જયોતિ સી.એન.સી. ઓટોમેશન લી.ના ફાઉન્ડી જનરલ મેનેજર સી.એમ.ચગ, ઘનશ્યામભાઇ એન્જી. ના વિનુભાઇ પટેલ, રાજકોટ સેન્ટર ઇન્ચાર્જ અભિષેકભાઇ સુચક, ડો. જયેશભાઇ દેશકર ખાસ ઉ૫સ્થિત રહયા હતા.

ઉજવણી પ્રસંગે જીટીયુ પરીણામોમાં દરેક વિધાશાખામાં દરેક સેમેસ્ટરમાં પ્રથમ આવનાર વિઘાર્થીને રૂ. રપ હજાર ની સ્કોલરશીપ લેખે કુલ ૩પ વિઘાર્થીઓને કુલ રૂ. ૮.૭૫ લાખ ની માતબર સ્કોલરશીપ આપવામાં આવી હતી. વિઘાર્થીઓને સર્ટીફીકેટ તથા શીલ્ડ પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે વીવીપીના યજમાનપદે આયોજીત જીટીયુ ટેકફેસ્ટ-૨૦૧૯ ના સ્ટુડન્ટ કો ઓર્ડીનેટનું શીલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિઘાર્થીઓ દ્વારા ગામડાથી શહેર તરફ વિકાસ કે વિનાશ થીમ તેમજ વિદેશી અને ચાઇનીઝ વસ્તુઓના બહિષ્કાર પર મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. માતા પિતા પોતાના સ્વપ્નો સંતાનો પર ન લાદીને સંતાનોના પ્રાકૃતિક વલણ મુજબ વિકાસ થવા દે એ ભાર મુકવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.