શાળાઓમાં જીલ્લા અને રાજય કક્ષાના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
કુતિયાણા શહેરની સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ગુજરાત રાજય પછાત વર્ગ વિકાસ નિગમના અધ્યક્ષ નરેન્દ્રબાપુ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો કુતિયાણાની સો વર્ષથી પણ જૂની ૧૯૧૫માં સ્થાપેલી સરકારી હાઈસ્કુલમાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવનાં કાર્યક્રમમાં ધો.૧ ના ૨૩ અને ધો.૯ના ૧૧ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધતા નરેન્દ્ર બાપુ સોલંકીએ જણાવ્યું હતુ કે શિક્ષણનું કાર્ય ઈશ્ર્વરીય કાર્ય છે.
વધુમાં નરેન્દ્ર બાપુ સોલંકીએ જણાવ્યું હતુ કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપા સરકાર રાજયમાં શિક્ષણનું સ્તર ઉચુ લાવવા માટે સતત પ્રયત્નશીલ છે. ત્યારે ઉચ્ચ અભ્યાસ માટે પણ સરકાર દ્વારા લોન સહાય આપવામા આવે છે.
આ પ્રવેશોત્સવ કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની ભરાડીયા નંદીની અને મકવાણા આરાધનાએ કર્યું હતુ. વિદ્યાર્થીની દેવમુરારી નિરાલીએ સુંદર રીતે ગીતો રજૂ કરી ગીત સંગીતની આગવી કલા રજૂ કરી હતી આપ્રસંગે કુતિયાણા સરકારી હાઈસ્કુલના આચાર્ય પ્રજાપતિ સી.આર.સી. ચિરાગભાઈ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.