ગોપીરાસોત્સવમાં મ્યુઝીકલ મેલોઝ ગ્રુપના રાજુભાઇ ત્રિવેદી પ્રસ્તુત ઓરકેસ્ટ્રા અને સાથી કલાકારો હેમંત પંડયા, ગીતાંજલી જેધે, નિલેશ પંડયા, સોનલ ગઢવી જેવા કલાકારો ગીતોની રમઝટ બોલાવશે
સરગમ કલબના ઉપક્રમે બહેનો માટે નવરાત્રી દરમિયાન ડો. યાજ્ઞીક રોડ પર ડી.એચ. કોલેજના મેદાનમાં ભવ્ય રાસોત્સવનું આયોજન કરાયું છે. આ રાસોત્સવ માટે તૈયારીઓનો ધમધમાટ શરુ થઇ ગયો છે. જેમાં બહેનો માટેના ગોપીરાસોત્સવ તા. ૧૦-૧૦ થી ૧૮-૧૦ સુધી યોજાશે. ખેલૈયાઓ નિશ્ચિત બનીને રાસ રમી શકે અને માની આરાધના કરી શકે તેવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ ગોપી રાસમાં ભાગ લેવા ઇચ્છતી સરગમ પરિવારની બહેનોને માત્ર રૂ ૩૦૦/- ના રાહતદરે નવ દિવસનો સીઝન પાસ આપવામાં આવશે. જયારે અન્ય બહેનો માટે રૂ ૪૦૦/- માં નવ દિવસનો સીઝન પાસ આપવામાં આવશે. આ ગોપી રાસોત્સવમાં ઉમર વર્ષ ૧પ થી ઉપરના રાજકોટના કોઇપણ બહેનો ભાગ લઇ શકે છે. આ નવરાત્રિ દરમિયાન દરરોજ ૪૦ જેટલા લાખેણા ઇનામો આપવામાં આવશે.
ગોપીરાસોત્સવમાં મ્યુઝીમ મેલોઝ ગ્રુપના રાજુભાઇ ત્રિવેદી પ્રસ્તુત ઓરકેસ્ટ્રાના સથવારે ગાયક કલાકારો હેમંત પંડયા, ગીતાંજલી જેધે,નીલેશ પંડયા, સોનલ ગઢવી, અંબિકા સાઉન્ડ એન્ડી ડી.જે. ની પ૦,૦૦૦ વોટસની સાઉન્ડ સિસ્ટમ સાથે ધુમ મચાવશે.. જયારે પરમાર કિશોર મંડપ સર્વિસવાળા મધુભાઇ પરમાર તેમજ મહેતા લાઇટીંગવાળા પરાગભાઇ મહેતા ડી.એચ. કોલેજના સમગ્ર ગ્રાઉન્ડને અનોખો શણગાર કરશે.
આ રાસોત્સવ માટે એજન્લ પમ્પ, શ્રીરામ પાઇપ્સ, વિકાસ આર્ય, લેકવ્યુ, વડાલીયા ગ્રુપ જી-હિત, હાઇબોન્ડ સીમેન્ટ, ડેકોરા ગ્રુપ, કલાસીક નેટવર્ક, આદેશ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, જે.પી.સ્ટ્રકચર પ્રા.લી., ઉત્કર્ષ ટીએમટી બાર, ઓપ્શન શો રુમ, મારવાડી ગ્રુપ, બાન લેબ્સ પ્રા.લી. અને કૃણાલ સ્ટ્રકચરનો સહયોગ મળી રહ્યો છે.
આ ઉપરાંત રાજકોટના અગ્રણીઓ અરવિંદભાઇ દોમડીયા, મૌલેશભાઇ પટેલ, સ્મીતભાઇ પટેલ, ખોડીદાસભાઇ પટેલ, જયસુખભાઇ ઘોડાસરા, રાકેશભાઇ પોપટ, નીરજભાઇ આર્ય, કીરીટભાઇ આદ્રોજા, જીતુભા પટેલ, જીતુભાઇ ચંદારાણા, હરેશભાઇ લાખાણી, કિશનભાઇ શાહ, સુરેશભાઇ નંદાવાણા સહીતનો સહયોગ સાંપડ રહ્યો છે..
આ રાસોત્સવ માટેના ફોર્મ મેળવવા માટે સરગમ કલબ (ડો. યાજ્ઞીક રોડ કોઇન્ટ કોર્નર, ત્રીજે માળે), સરગમ હેલ્થ કેર સેન્ટર જાગનાથ મંદીર ચોક, ડો. યાજ્ઞીક રોડ, સરગમ ભવન જામટાવર રોડ, ધરમ સિનેમા પાસે, સરગમ લેડીઝ લાયબ્રેરી એવરેસ્ટ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે, સરગમ ચિલ્ડ્રન લાયબ્રેરી મહીલા કોલેજ ચોક, પોલીસ ચોકી ઉ૫ર, સરગમ લેડીઝ લાયબ્રેરી આમ્રપાલી સિનેમા પાસે પોલીસ ચોકી ઉ૫ર અનીલ જ્ઞાન મંદીર સ્કુલ બ્રહ્મસમાજ ચોક રૈયા રોડ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.
નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશ પટેલ, અરવિંદ દામડીયા, જયસુખ ડાભી, રાજેન્દ્ર શેઠ, ભરત સોલંકી, રાજભા ગોહીલ, કીરીટભાઇ આદ્રોજા, યોગેશ પુજારા, સુધાબેન ભાયા, ગીતાબેન હિરાણી, છાયાબેન દવે, મધુરિકાબેન જાડેજા: કાશ્મીરાબેન નથવાણી, હેલીબેન ત્રિવેદી, ચંદ્રીકા ધામેલીયા, કાન્તાબેન કથીરીયા, સહીતના હોદેદારો તેમજ ૧૦૦ થી વધુ કમીટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે.