૪૯૦૦થી વધુ અબોલ, અશકત, અપંગ, નિરાધાર, પશુ પક્ષીઓને આશ્રય આપતું ધામ એટલે તા.મુદ્દ્રા-કચ્છ ખાતે આવેલું ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, “એન્કરવાલા અહિંસાધામ અહીં કચ્છના ૯૫૨ ગામોમાંથી દર કલાકે આવતા બિમાર અને અકસ્માતમાં ઘાયલ પશુઓ માટે ભારતની અલ્ટ્રા મોર્ડન મલ્ટી સ્પેશીયાલીટી એનીમલ હોસ્પિટલ (આઈસીયુ) બનાવવામાં આવી છે. ઉપરાંતમાં સંકુલમાં ૨૮ વર્ષ જૂનુ કરૂણા મંદિર, ૪૯૦૦થી વધુ પશુ-પક્ષીઓ, ૫ એકરનું મુખ્ય સંકુલ, વીરમણી ભોજનશાળા, ગોપાલ સ્મૃતિ મંદિર, નવનીત ઓડિટોરીયમ, વીનેશાલય મ્યુઝિયમ વિગેરેનો સમાવેશ થાય છે.
નંદી સરોવરની પાવન ભૂમિ પર પ.પૂ.મોરારીબાપુના મુખે રામકથાનું આયોજન તા.૦૮-૦૬-૨૦૧૯ થી તા.૧૬-૦૬-૨૦૧૯ દરમ્યાન અહિંસાધામ નંદી સરોવર, તાલુકો મુન્દ્રા, કચ્છ ગુજરાત (મુન્દ્રાથી ૧૫ કિ.મી. પ્રાગપર થી ૯ કિ.મી., ભુજથી ૪૫ કિ.મી., ગાંધીધામથી ૬૫ કિ.મી.) ખાતે કરાયું છે. જેના અંતર્ગત નવા આઈ.સી.યુ.નું ઉદ્ઘાટન તા.૦૮-૦૬-૨૦૧૯ના સવારે ૯-૩૦ કલાકે કરાશે.
કથા પ્રારંભ તા.૮-૬-૨૦૧૯, શનિવારના રોજ સાંજે ૪ કલાકે થશે, બાદમાં દરરોજ કથા સમય સવારે ૯-૩૦ થી બપોરે ૧-૩૦ સુધીનો રહેશે. રામકથા દરમિયાન અનેક સંતો-મહંતો વિશેષ કૃપા કરી પધારશે. તા.૧૬-૬-૨૦૧૯, રવિવારના રોજ કથા વિરામ પામશે. રામકથામાં પધારવા સૌને જાહેર અનુરોધ કરાયો છે. સમગ્ર આયોજન અંગે મહેન્દ્રભાઈ સંગોઈ-મેનેજીંગ ટ્રસ્ટી (ટોડા, મો.૯૮૨૧૧ ૫૧૩૬૪), અમૃતભાઈ છેડા, ખેતશીભાઈ ગઢવી, ડાયાલાલ ઉકાણી, શીવજીભાઈ પટેલ, દીપકભાઈ પટેલ, શવરાજભાઈ ગઢવી, ગીરીશ નાગડા સહિતના જહેમત ઉઠાવી રહ્યાં છે.