યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ
અમરેલી જિલ્લા મા આવેલ રાજુલા શહેર માં માત્ર અનોખો પાર્ટી પ્લોટ નું આયોજન દર વર્ષે કરવા માં આવે છે અહીં જય માતાજી યુવા ગ્રુપ દ્વારા મહિલા પાર્ટી પ્લોટ નું આયોજન કરવા માં આવે છે અને આ વર્ષે ૭ માં વર્ષ માં પ્રવેશી રહ્યા છે ત્યારે યુવાનો દ્વારા તડામાર તૈયારી ઓ કરી રહ્યા છે અહીં તારીખ ૧૦ થી નવરાત્રી નો આરંભ થાય છે ત્યારે ખેલેયા ઓ દ્વારા પણ તડામાર તૈયારી ઓ કરવા માં આવી રહી છે અહીં મહત્વ ની વાત તો એ છે
અહીં માત્ર યુવતીઓ અને મહિલાઓ માટે જ આયોજન કરવા માં આવી રહ્યું છે અહીં કોઈ યુવાનો ને પ્રવેશ મળતો નથી જેના કારણે આ પાર્ટી પ્લોટ ને ભવ્ય સફળતા મળી છે જોકે અહીં ૧૦ દિવસ દરમિયાન સાધુ સંતો સહિત રાજકીય અગ્રણી ઓ અધિકારી ઓ કર્મચારી ઓફિસરો પણ અહીં ઉપસ્થિત રહી છે અને રાજુલા શહેર માં આવેલ ગોકુળ નગર શ્રીજી નગર માં આવેલ પ્લોટ વિસ્તાર માં આ આયોજન કરવા માં આવે છે અને નવરાત્રી માં સિંગરો પણ સૌરાષ્ટ્ર ના નામાંકિત જોવા મળે છે સાથે સાથે અહીં નવરાત્રી ના ગ્રાઉન્ડ માં બીજા નોરતા થી ગ્રાઉન્ડ ફૂલ થાય છે જેના કારણે ખૂબ ખેલેયા ઓ ની ભીડ જામેં છે અને લોકો નો ઉત્સાહ પણ વધે છે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે યુવા વર્ગ માં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે