રાજકોટના નામાંકિતોને ‘વ્યકિત વિશેષ’ એવોર્ડથી નવાજાશે: કાલથી બે દિવસીય લેડીઝ પાસનું નિ:શુલ્ક વિતરણ: આયોજકો ‘અબતક’ના આંગણે
રઘુવીર ગ્રુપ દ્વારા શરદ પૂર્ણિમા નિમિતે બુધવારે રાસ-ગરબાનું જાજરમાન આયોજન કરાયું છે. આ સાથે જ શહેરનાં શ્રેષ્ઠ વ્યકિતઓનું ‘વ્યકિત વિશેષ’ એવોર્ડથી સન્માન કરવામાં આવશે. તા.૨૦ અને ૨૧ના રોજ લેડીઝ પાસનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. રાસોત્સવને યાદગાર બનાવવા આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
રઘુવીર ગ્રુપ દ્વારા તા.૨૪ના બુધવારના રોજ શરદોત્સવનું ભવ્ય આયોજન કરેલ છે. રાસોત્સવરોયલ રજવાડી ગ્રાઉન્ડ શાસ્ત્રીનગર નજીક નાનામૌવા પાસે રાજકોટ ખાતે યોજાશે જેમા ૧,૦૦,૦૦૦ વોટ સાઉન્ડ સીસ્ટમ તથા સુપ્રસિધ્ધ ગાયક રીયાઝ કુરેશી, રાહુલ બારોટ જલ્પા હરસોડા, રાસ ગરબાની રમઝટ બોલાવશે. આ આયોજનમાં વ્યકિત વિશેષ એવોર્ડ રાજકોટના નામાંકીત વ્યકિત કે જે અલગ વ્યકિતત્વ ધરાવે છે. તેમને આપી સન્માનીત કરવામાં આવશે. રાસોત્સવ માટે તા.૨૦ તથા ૨૧ના રોજ લેડીસ પાસનું ફ્રી વિતરણ થશે. પાસ માટે મો.નં. ૯૭૨૨૬૫૩૯૯૯, અથવા મો.નં. ૯૯૨૪૯૫૫૫૦૪ પર સંપર્ક કરવો. આયોજનને સફળ બનાવવા જયદીપ દેવમુરારી, હિરેન મેસવાણી, જીજ્ઞેશ અગ્રાવત, રવીરાજ રામાવત, દેવાંગ નીમાવત, જેડી મહેતા, ભારદ્વાજ ફૂલવાડી, રવીરાજસિહ જાડેજા, વિવેક નીમાવત, તીર્થરાજસિંહ ડોડીયા, મયુર ચૌહાણ, જસ રાજપરા, રવીરાજ રઘુવંશી, ચીતન સાવરા, નીલદીપ સિંહ જાડેજા, જીજ્ઞેશ રામાવત વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.