હાથમાં ફરસી ધારણ કરી ૧૫૧ બહેનો સાફા પહેરી રેલીની આગેવાની કરશે
ભુદેવ સેવા સમિતિનાં પ્રમુખ તેજસ ત્રિવેદીએ જણાવેલ કે, આગામી તા.૭ને અખાત્રીજનાં રોજ બ્રાહ્મણોના આરાઘ્ય દેવ ભગવાન પરશુરામની જન્મ જયંતિ આવતી હોય, બ્રહ્મ સમાજમાં ઉજવણી માટે થનગનાટ ઉભો થાય અને આઘ્યાત્મિક વાતાવરણ બને તથા બ્રાહ્મણ યુવાનો એક તાંતણે બંધાય તેવા ઉમદા ઉદેશ સાથે ભૂદેવ સેવા સમિતી દ્વારા એક નવી જ પહેલ કરવામાં આવી છે જેના ભાગરૂપે તા.૫ને સાંજે ૫:૩૦ વાગ્યે પંચનાથ મહાદેવના મંદિરથી સ્કુટર રેલીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટનાં તમામ બ્રહ્મ અગ્રણીઓ તથા બ્રહ્મ સમાજનાં યુવાનો ઉપસ્થિત રહેશે.
‘અબતક’ની મુલાકાતે આવેલા સંસ્થાનાં પ્રમુખ તેજસ ત્રિવેદીએ યાત્રાનો રૂટ જણાવેલ કે રાજકોટના પંચનાથ મહાદેવ મંદિરેથી લીમડા ચોક, ત્રિકોણબાગ, માલવીયા ચોક, યાજ્ઞિક રોડ, જાગનાથ મંદિર, જિલ્લા પંચાયત, રેસકોર્ષ રીંગ રોડથી કિશાનપરા ચોક, હનુમાન મઢી, રૈયા ચોકડી થઈ ત્રિમૂર્તિ બાલાજી મંદિર ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર આ યાત્રા સમાપ્ત થશે.
આ સમગ્ર રેલીને સફળ બનાવવા માટે ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક તેજસ ત્રિવેદીની આગેવાની હેઠળ નિરજ ભટ્ટ, માનવ વ્યાસ, યજ્ઞેશ ભટ્ટ, વિશાલ ઉપાધ્યાય, વિમલ અઘ્યા‚, સંદીપ ભટ્ટ, દિલીપ જાની, સુનિલ જોષી, મનન ત્રિવેદી, રાજન ત્રિવેદી, પુજન પંડયા, કૃણાલ દવે, પૂર્વેશ ભટ્ટ, જય પુરોહિત, શુભમ જાની, કૃણાલ શીલુ, અશોક ઉપાધ્યાય, અર્જુન શુકલા, કપીલ પંડયા, પ્રશાંત ઓઝા,પ્રકાશ ઠાકર, મયુર વોરા, પરાગ મહેતા, નિરવ ત્રિવેદી, રાજ દવે, જય ત્રિવેદી, વિજય મહેતા, જય જોષી, પિયુષ ઠાકર, અશોક મહેતા, નિલાંગ મહેતા, પ્રશાંત વ્યાસ, હિરેન શુકલ, જીતેન શુકલ, વિશાલ ઠાકર, ચિરાગ ઠાકર, પરેશ રાવલ, ચેતન જાની, હર્ષદ રાવલ, જગદીશ રાવલ, સુનીલ ભટ્ટ, ગીરીશ જોષી, રમેશ ઠાકર, અંકિત જોષી, યોગેશ શુકલ, નિલેશ ભટ્ટ, હર્ષદ વ્યાસ આ રેલી સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.