પૂ.નમ્રમુની મ.સા.ના જન્મોત્સવ નિમિત્તે સર્વ સમાજના લોકો માટે ભોજન: રાજકોટની વિવિધ સામાજીક સંસ્થાના આગેવાનો દ્વારા તૈયારીનો ધમધમાટ
પૂ.નમ્રમુની મ.સા.ના જન્મોત્સવ અવસરે માત્ર જૈનોને જ જમાડવા તેમ નહીં પરંતુ સર્વ સમાજનાં લોકોને પણ સ્વચિ ભોજન, આદરભેર કરાવી સુપ્રયત્ન કર્યો છે. રાજકોટના લગભગ ૫૦૦૦ થી પણ વધારે સર્વ સમાજના પરીવારોને ૨૯/૯ના સવારે ૧૧ કલાકે ભોજન કરાવવામાં આવશે.
રાજકોટ નાગરિક સમિતિના ગુણવંતભાઈ ડેલાવાળા (સરગમ કલબ), મિલન કોઠારી (જૈન વિઝન) મુકેશભાઈ દોશી, (દીકરાનું ઘર), જયેશભાઈ ઉપાધ્યાય (બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ), ભરતભાઈ દોશી, ધીરેન ભરવાડા (મધુરમ કલબ), ડી.વી.મહેતા, નલિનભાઈ ઝવેરી, મહેન્દ્રભાઈ ફળદુ, મિતલભાઈ ખેતાણી, રમેશભાઈ ઠકકર, વી.પી.વૈષ્ણવ, અનુપમભાઈ દોશી, પ્રફુલભાઈ ગોસ્વામી, કિશોરભાઈ રાઠોડ, સંજયભાઈ હિરાણી, ભાગ્યેશભાઈ વોરા વગેરે સેવાભાવી સંસ્થાઓ તથા જૈન અગ્રણી પ્રવિણભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ શેઠ તથા પ્રતાપભાઈ વોરાના માર્ગદર્શન સાથે પરમપ્રસાદ આયોજનને સફળતા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.