ડાલીબાઈના સામૈયા, જ્યોત પ્રાગટ્ય, બાર પહોર પાઠ, સંતવાણી, રામામંડળ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો: એક વૃક્ષ દીઠ એક કિલો છાણીયુ ખાતર ફ્રી અપાશે: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
કિશાન ગૌશાળા દ્વારા આગામી તા.૩ અને ૪ના રોજ બે દિવસીય સવરા મહામંડપ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં તા. ૩ના રોજ સાંજે ૫ કલાકે ડાલીબાઈના સામૈયા, ૬:૩૦ કલાકે મહાપ્રસાદ, રાત્રે ૮ કલાકે જયોત પ્રાગટ્ય, તા.૪-૭ના રોજ સવરા મંડપ ત્યારબાદ બારપહોર પાઠ દર્શન, સંતવાણી, બપોરે ૧૨ કલાકે તા સાંજે ૭ કલાકે મહાપ્રસાદ અને રાત્રે ગણેશપર ગામનું રામામંડળ રમશે.
મહોત્સવની સાથે સાથે પર્યાવરણ બચાવવા અને વૃક્ષો વાવવા એક વૃક્ષ દીઠ એક કિલો છાણીયુ ખાતર ફ્રી આપવામાં આવશે. મહોત્સવમાં સાતુ સરયુદાસબાપુ ગોંડલીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે. વધુમાં વધુ ભાવિકોને મહોત્સવ અને મહાપ્રસાદનો લ્હાવો લેવા ગૌશાળા વતી જાહેર અનુરોધ કરાયો છે. મહોત્સવ કિશાન ગૌશાળા આજી ડેમ પાસે મેલડી માતાજીના મંદિર સામે યોજાનાર છે. કાર્યક્રમની સફળતા માટે કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ, પ્રદિપભાઈ પટેલ, ગોરધનભાઈ ચૌધરી, તુલસીભાઈ મુંગરા, અરવિંદભાઈ નસીત, સાગરભાઈ ડોબરીયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.