બાલાસિનોર સમાચાર
બાલાસિનોર તાલુકાના સલિયાવાડી ગ્રામ પંચાયત ખાતે ગાંધી જયંતિ નિમિતે ગ્રામસભા યોજાઈ હતી. જેમાં દીકરીના જન્મ સમયે ગ્રામ પંચાયત તરફથી પરિવારને સહાય આપવા સાથેના ઠરાવ કરવામાં આવતા સમગ્ર ગ્રામજનોએ વધાવી લઈ સંમતિ આપી હતી. બાલાસિનોર તાલુકાના સલીયાવડી ગ્રામ પંચાયતમાં સરપંચ રાહુલસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને ગ્રામ સભા યોજવામાં આવી હતી,
ગ્રામ પંચાયત વિસ્તારમાં દીકરીના જન્મ થાય તો પરિવારને ગ્રામ પંચાયત તરફથી 3.2100 આપવામાં આવશે તેમજ દીકરીના પરિવારને ગ્રામ પંચાયત વિસ્તારમાં 51 ઝાડ રોપવામાં રહશે. તેમજ ગ્રામ પંચાયત વિસ્તારમાં કોઈ ગ્રામજન મરણ પામે તો પરિવારે તે સ્નેહીજનની યાદમાં 11 ઝાડ ગ્રામ પંચાયત નાં વિસ્તારમાં રોપવાનું જણાવામાં આવ્યુ હતુ. જે માટે દબાણો દૂર કરવા ઠરાવ કરવામાં આવતા સમગ્ર બાબતે ઠરાવના મુદ્દાઓને ગ્રામજનો અને અધિકારીઓ વધાવી લઈ સર્વાનુમતે સંમતિ આપી હતી.વિચાર આવતાની સાથે જ અમલવારી કરી હતી .
અમોને વૃક્ષો કેવી રીતે અમારી ગ્રામ પંચાયત વિસ્તારમાં વધુ રોપાય તે માટે વિચારતા વિચાર આવ્યો હતો કે દીકરીના જન્મ પ્રસંગને વધાવવો જોઈએ. જેમ દીકરી મોટી થશે એમ વૃક્ષ મોટું થશે સાથે ગ્રામજન મરણ પામે તો સ્નેહીજનની યાદમાં વૃક્ષ રોપવામાં આવે તો વૃક્ષમાં પોતાનું સ્નેહી જોઈ શકાય તેવું વિચારી આ નિર્ણય લીધો છે.