જીટીયુની એન્જિનીયરીંગ કુલ ૪૦૦ થી વધુ કોલેજમાં એ પ્લસનો ગ્રેડ મેળવનાર પ્રથમ કોલેજ: એન.એ.એ. સી. દ્વારા ૭ પ્રકારના માપદંડની ઊંડાણ પૂર્વક ચકાસણી કરાઇ

નેકના મૂલ્યાંકનમાં ગુજરાતની એકપણ કોલેજ પાસે એ પ્લસ ગ્રેડન હોવાનો રેકોર્ડ તુટયો છે. અને આ કામ રાજકોટની મારવાડી કોલેજ કરી બતાવ્યું છે. રાજકોટની મારવાડી કોલેજમાં ગત નવેમ્બર માસમાં આવેલી નેકની ટીમે સરવે કર્યા બાદ આવેલા રીપોર્ટને આધારે કોલેજ એ પ્લસ ગ્રેડ આપવામાં આવ્યો છે. જે સમગ્ર રાજયની એન્જીનીયરીંગ કોલેજમાં પ્રથમ ઘટના છે. રેકોર્ડ પ્રસ્થાપિત કર્યાની સાથે જ મારવાડી કોલેજ મોરબી રોડ ખાતે આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના રજીસ્ટ્રાર નરેશ જાડેજા  સહીતના જુદી જુદી ફિલ્ડના હેડ હાજર રહી માહીતી આપી હતી.

પત્રકાર પરિષદ સંબોધતા રજીસ્ટ્રાર નરેશ જાડેજાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ તા. ૧૦-૧૧ નવેમ્બર ૨૦૧૭ના રોજ નેક ટીમ દ્વારા મારવાડી કોલેજ રાજકોટ ખાતે મુલાકાત લેવામાં આવી હતી. નેકના ત્રણ અધિકારીઓની ટીમ ઇન્સ્પેકશન કર્યુ હતું. આ અધિકારીઓએ સાત પેરામીટરોની ચકાસણી કરી હતી. જેમાં ટિચિંગ એન્ડ લનીંગ પ્રોસેસ હેઠળ અઘ્યાપકોની ભણાવવાની પઘ્ધતિ રિસર્ચ અને ક્ધસલ્ટન્સીમાં ભાગ લેવા, અઘ્યયન શિક્ષણ મુલ્યાંકન, માળખાકીય સગવડો અને અભ્યાસના સ્ત્રોતો, બંધારણીય માળખુ નેતૃત્વ અને સંચાલન સંસ્થાકીય શ્રેષ્ઠ પ્રયાસો અને સર્જનાત્મકતાના માપદંડની ચકાસણી કરી હતી. ત્યારબાદ સ્ટુડન્ટસ સર્વીસમાં વિઘાર્થીઓના પરિણામ અને વધારની પ્રવૃતિ પ્લેસમેન્ટ રેકોર્ડ, ઇન્ફાસ્ટકચર અને ઇનોવેટીવ પ્રેકટીસની ચકાસણી કરી હતી. અને આ સાતેય પેરામીટરમાં મારવાડી કોલેજ અવ્વલ રહેતા એ પ્લસ ગ્રેડ અપાયો હતો.

મારવાડી એજયુકેશના ડાયરેકટર ડો. યોગેશ્ર્વર કોસ્ટાના જણાવ્યા મુજબ ર૦૦૯ માં શરુ થયેલ અને શિક્ષણક્ષેત્રે સમગ્ર ભારતમાં આગવું નામ ધરાવતી સંસ્થા છે. એન.એ.એ.સી. દ્વારા મારવાડી એજયુકેશનને એ પ્લસ દરજજો આપી બહુમાન કરાયું છે. તે અંક ગૌરવની વાત છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હવે એ પ્લસ ગ્રેડ મળ્યો છે આગામી અમારો પ્રયાસ એબેટ રેન્ક મેળવવાની છે જે દુનિયાનો સૌથી ઊંચો ગ્રેડ છે. એ પ્લસ ગ્રેડ મળ્યા બાદ અમોએ ઇન્ટરનેશનલ કંપનીનો સંપર્ક સાઘ્યો છે. વિઘાર્થીઓ માટે બધા પ્લેટ ફોર્મ અને પ્લેસમેન્ટ પૂરા પાડવામાં આવશે.

આ પ્રસંગે મારવાડી એજયુકેશનના કો ફાઉન્ડેર અને વાઇસ ચેરમેને જીતુભાઇ ચંદારાણાએ જણાવ્યું હતું કે સંસ્થાને એ પ્લસ ગ્રેડનો દરજજો આપવામાં કર્મચારીનો સિંહ ફાળો છે અને અમારે ત્યાં ૫૭ જેટલા ઇન્ટરનેશનલ સ્ટુન્ડટો અભ્યાસ કરે છે. અને દેશોમાંથી અહી અભ્યાસ

કરવા આવે છે. એ પ્લસ ગ્રેડ મળ્યા બાદ અમોએ વીયરો નાની કંપની સાથે ટાઇપ કર્યુ છે. અને વિઘાર્થીઓને ઉચ્ચકક્ષાનું પ્લેસમેન્ટ મળે તેવા પ્રયાસો કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.