તલોદમાં જનસંવાદને સંબોધિત કર્યો: તંત્રને ઢંઢોળવા કર્યા પ્રહાર
આમ આદમી પાર્ટીના દિલ્લીનાં નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી તેમની છ દિવસની મુલાકાત અંતર્ગત અમદાવાદ આવ્યા છે. મનીષ સિસોદિયાજી સવારે 8.00 વાગ્યે એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈ, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા સહિત સેંકડો કાર્યકરોએ મનીષ સિસોદિયાજીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
મનીષ સિસોદિયાજી પહેલાં સાબરમતી આશ્રમ ગયા જ્યાં પૂજ્ય બાપુનાં આર્શીવાદ લીધા. એ બાદ મનીષ સિસોદિયાજી હિંમતનગર જવા રવાના થયા. હિમ્મતનગર પહોંચ્યા બાદ મનીષ સિસોદિયાજી બસ, હવે પરિવર્તન જોઈએ યાત્રામાં જોડાયા. યાત્રા બાદ મનીષ સિસોદિયાજી તલોદ પહોંચ્યા હતા અને ત્યાં જન સંવાદ કાર્યક્રમમાં તલોદની જનતાને સંબોધિત કરી હતી.દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજીએ તલોદમાં જનસંવાદને સંબોધતા કહ્યું કે, જ્યારે અમે આંદોલન કરી રહ્યા હતા ત્યારે લોકોએ કેજરીવાલજીને કહ્યું હતું કે સારી શાળાઓ અને હોસ્પિટલો જોઇએ તો, તમે પોતે જ નેતા બની જાઓ, એટલા માટે જ અમે નેતા બન્યા છીએ. પરંતુ અમારું બનવું જરુરી નથી. જરુરીએ છે કે તલોદની સરકારી શાળા એક પ્રાઇવેટ શાળા કરતા સારી હોવી જરૂરી છે.
તલોદની સરકારી હોસ્પિટલ એક પ્રાઇવેટ હોસ્પિટલ કરતા સારી હોવી જોઈએ. દિલ્હીમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો પાસે એટલા પૈસા નથી હોતા કે તેઓ તેમના બાળકોને સારી શાળામાં ભણાવી શકે અને પોતાનાં લોકોની સારવાર કોઇ સારી હોસ્પિટલમાં કરાવી શકે,એટલા માટે જનતાએ વર્ષ 2015માં નિર્ણય લીધો અને અરવિંદ કેજરીવાલજીની સરકાર બનાવી. જ્યારે અમારી સરકાર બની ત્યારે મેં કેજરીવાલજીને પૂછ્યું હતું કે, આપણી દિશા કઇ છે? તો તેમણે કહ્યું કે, ભવિષ્યમાં તમારે શાળા બનાવવી કે પૂલ બનાવવા છે એ માંથી કોઇ એકની પસંદગી કરવાની થાય તો તમે શાળા બનાવવાનું પસંદ કરજો.
કેમકે સારી શાળામાં ભણ્યા બાદ આપોઆપ એ બાળક પુલ બનાવી દેશે અરવિંદ કેજરીવાલજીએ દેશને આ પ્રકારની રાજનીતિ આપી છે.દિલ્હીમાં 5 વર્ષમાં એટલું કામ થયું કે અરવિંદ કેજરીવાલજી દેશના પહેલા નેતા છે જે બીજી ચૂંટણી વખતે જનતામાં ગયા અને કહ્યું કે મેં કામ કર્યું છે તો મને વોટ આપો નહીંતર વોટ ન આપો. ભાજપના કોઈ મંત્રીની હિંમત નથી કે તે જનતાની સામે આવીને કહે કે કામ કર્યું હોય તો જ મત આપો. દિલ્હીમાં શિક્ષણ પર એટલું શાનદાર કામ થયું છે કે દિલ્હીની સરકારી શાળાઓ ખાનગી શાળાઓ કરતાં વધુ શાનદાર બની છે.
શિક્ષણ એટલું સારું થઈ ગયું છે કે ખાનગી શાળાના બાળકોને મેડિકલ અને આઈઆઈટીના શિક્ષણ માટે કોટા જવું પડે છે અને સ્લીપર બનાવવાની ફેક્ટરીમાં કામ કરતા રોજીરોટી મજૂરનો પુત્ર અરવિંદ કેજરીવાલના કારણે ભણીને આઈઆઈટીમાં એડમિશન લે છે. ઈસ્ત્રીવાળાનો પુત્ર આઈઆઈટી મુંબઈમાં એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. જેના માતા-પિતાનું અવસાન થયું છે અને તેનો ભાઈ તેને મજૂરી કરીને તેને ભણાવતો હતો, તે દીકરો આજે અઈંઈંખજમાં ભણે છે. અરવિંદ કેજરીવાલજીએ આ બતાવ્યું છે. જ્યારે તે ડોક્ટર બનશે ત્યારે તેની માસિક આવક ત્રણથી ચાર લાખ રૂપિયા હશે. ખાનગી શાળાઓની ફી વધારી શકે એ કામ અરવિંદ કેજરીવાલજીએ કરી બતાવ્યું છે.