Abtak Media Google News

વાવણી અને ઘી તાવણી… વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ ડગલા ભરી રહ્યું છે અર્થતંત્ર નો સૌથી મોટો પોર્ટફોલિયો કૃષિ અને કૃષિ ઉત્પાદન ગણાય છે ભારત કૃષિ પ્રધાન દેશ છે અને દેશની 80% થી વધુ વસ્તી ધરાવતા ગ્રામ્ય વિસ્તારના લોકો કૃષિ સાથે સવિશેષ જોડાયેલા છે તેમ છતાં ભારતમાં કૃષિને ઉદ્યોગનો દરજ્જો અપાયો નથી, કારણ કે દેશની મોટાભાગની કૃષિ પ્રવૃતિ સંપૂર્ણપણે ચોમાસાના વરસાદીપાણી પર નિર્ભર હોવાથી દાયકામાં બેથી પાંચ વરસ ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક અનાવૃષ્ટિના કારણે વર્ષ ફેલ જાય છે અને સરેરાશ કૃષિની આવક નિશ્ચિત રહેતી નથી આમ અનિશ્ચિત આવકના કારણે કૃષિને ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવતો નથી,

કૃષિને ઉદ્યોગનો દરજ્જો આપવો હોય તો કૃષિ ને સિંચાઈ માટે સંપૂર્ણપણે સ્વાવલંબી બનાવવી જોઈએ ચોમાસાના પાણી પર જ્યાં સુધી આપણી ખેતી નિર્ભર રહેશે ત્યાં સુધી કૃષિને ઓદ્યોગિક દરજ્જો આપવાનું શક્ય નથીઆ વર્ષે વરસાદ પૂરતા પ્રમાણમાં વર્સે તેવી આગાહી કરવામાં આવી ,  છે, તાજેતરમાં દેશભરના હવામાન તજજ્ઞ નું સંમેલન જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે મળ્યું હતું અનેઅને તેમાં આવનાર ચોમાસામાં વરસાદની સ્થિતિ વિશે અનુમાન આધારિત વરતારા કરવામાં આવ્યા હતા જેમાં આ વર્ષે વરસાદ સવા સો ટકા વરસશે ,એટલે “રામમોલ” શોળ આની પાકે તેવી આગાહી કરવામાં આવી છે.

અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે ,તે સિદ્ધ કરવા માટે કૃષિ ઉત્પાદન વધારવું અનિવાર્ય છે ત્યારે આ વર્ષે સારા વર્ષના  અણસાર ને પગલે દેશનો આર્થિક વિકાસ દર વધુ વેગમાન બને તેવા સારા સમાચારને લઈને આર્થિક તજજ્ઞોએ રાહતનો દમ લીધો છે.

અર્થતંત્ર માટેઓદ્યોગિક ઉત્પાદન ની સાથે સાથે કૃષિ ઉત્પાદન નો વધારો જરૂરી છે, આયાતની અવેજીમાં ઘર આંગણે ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓ ના ઉપયોગથી વિદેશી હૂંડિયામણ પરદેશ જતા બચી જાય, અને અર્થતંત્ર મજબૂત બને, આગોતરા વરસાદને લઈને આ વર્ષે વાવણી સમયસર થવાના અણસારના પગલે ખેડૂતોએ પણ વાવણી માટે વાવણીયા તૈયાર કરી લીધા છે,

સૌરાષ્ટ્ર અને ગુજરાતના કૃષિકાર ઋષિકાળથી કૃષિ અંગેનો તજુરબો ધરાવે છે, વાવણીનો સમય, વરસાદનું પ્રમાણ અને વરસાદની તાણ, ખેચમાં કયા કયા પાક વાવવા ?તેગુજરાતી ખેડૂતની કોઠાસૂઝની કમાલ વખણાય છે. ગુજરાતી કહેવતોમાં પણ ખેડૂતોની આ કોઠાસૂઝ દેખાય છે, જેમ કે “દિ  વાળે ઈ દીકરા  કાં , ધોરી ને ધરા.”..”કા, વણ ના જીંડવા નકર પુરબીયા તો ખરા” અર્થાત ગમે તેવી ગરીબી હોય દીકરાઓ અથવા તો ખેતી કામ માં જોતરાયેલા બળદ અને ખેતી દિવસો વાળી દે છે કપાસની ખેતી માં સારું વળતર મળે નહીં તો પુરબિયા તલ તો ન્યાલ કરી જ દે.. આમ ગુજરાતના કૃષિકારો ખેતીને આવકમાં હાથીનો પગ બનાવવામાં સક્ષમ છે અને એક મોસમ ફેલ જાય તો બીજા માટેનું વળતર લઈ લેવા પણ સક્ષમ છે ત્યારે આ વર્ષે સારા વરસાદને લઈને સારું વર્ષ પાકે તેવા અણસાર રહ્યા છે અને વાવણી ઘી તાવવાજેવી લાભકારી  સાબિત થશે તેવું દેખાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.