ભારતીય રેલવેમાં અનેક પદો પર સરકારી નોકરીની સુંદર તક ઉભી થઇ છે. સાઉથ ઇસ્ટ સેન્ટ્રલ રેલવેએ વિવિધ પદો પર વેકેન્સી બહાર પાડી છે.
આ પદ પર અરજી કરવા માટે અભ્યર્થિઓની મહત્તમ ઉંમર 24 વર્ષ હોવી જોઇએ. તો SC અને ST ઉમેદવારોને ઉંમરમાં પાંચ વર્ષ, જ્યારે ઓબીસી વર્ગમાં ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે. સાથે જ 10મી પાસ અને આઇટીઆઇ પાસ કરનારા ઉમેદવારો અરજી કરી શકે છે.ફિટર, સ્ટેનો ગ્રાફર, ઇલેક્ટ્રીશિયન, વાયરમેન, વેલ્ડર, પ્લમ્બર અને અન્ય ટ્રેડ એપ્રેન્ટિસના પદ પર ભરતી કરવામાં આવે. ઇચ્છુ ઉમેદવારે secr.indian railways.gov.in પર જઇને સંપૂર્ણ શેડ્યુલ ચેક કરી શકે છે.
આવનારા બે વર્ષમાં અંદાજે 99,000 પદ ખાલી થઇ જશે. કારણ કે વર્તમાનમાં કામ કરી રહેલા રેલવે કર્મચારી નિવૃત થઇ જશે, એવામાં 2.3 લાખ પદ માટે ભરતી આવનારા બે વર્ષમાં કરવામાં આવશે.