આવાસ યોજના પાસે પડયા પાથર્યા ભરવાડ યુવકને ટપારતા મામલો બિચકયો: બંને પક્ષે બબ્બે ઘાયલ
જિલ્લા પોલિસ વડા બલરામ મીણાએ દોડી જઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો : બંને પક્ષે મળી ૪૧ શખ્સો સામે નોંધાતો ગુનો
ગોંડલ શહેરના વોરા કોટડા રોડ પર આવાસ યોજના ખાતે બેસવા બાબતે ટપારતા ભરવાડ અને મુસ્લિમ જુથ વચ્ચે રાત્રે ખેલાયેલા ધિંગાણામાં મુસ્લીમ યુવકનું મોત નિપજયું હતું. અને એક યુવક ગંભીર રીતે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. જયારે ભરવાડ પક્ષના બે યુવક ઘવાયા છે.
આ બનાવની જાણ જીલ્લા પોલીસ વડા બલરામ મીણાને થતા દોડી જઇ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપી ઝાલા સહિતના સ્ટાફ દ્વારા સઘન કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સીટી પોલીસ મથકના પી.આઇ. રામાનુજ અને પી.એસ.આઇ. ઝાલા સહીતના સ્ટાફ દ્વારા બન્ને પક્ષોની સામ સામી ૪૧ શખ્સો સામે ફરીયાદ નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ શહેરના વોરા કોટડા રોડ પર આવાસ યોજનાના કવાર્ટર પાસે ગત રાત્રે ભરવાડ અને મુસ્લિમ જુથ વચ્ચે તલવાર, પાઇપ, ધોકા અને છરી જેવા ઘાતક હથિયાર વડે ખેલાયેલા ધિંગાણામાં ગંભીર રીતે ઘવાયા ઇસ્યાસ નુરમહમદ સવાર ગામના ૩૪ વર્ષીય યુવક અને અકબર ઇબ્રાહીમ સુમરા નામના ૪૦ વર્ષીય યુવક સહિત બન્ને ગંભીર રીતે ઘવાતા પ્રથમ ગોંડલ પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જયા ઇસ્યાસનુ મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
આ બનાવમાં અકબર ઇબ્રાહીમ સુમરાની ફરીયાદ પરથી અનિલ માયા માટીયા, જગદીશ બચુ ડુંગા, વિજય વિરા બહારા, રવિ ગોવિંદ માટીયા, બાડો હિરા ભુરા, સુરેશ બહારા, લાલો ગોવિંદ લાલો નાર, રવિ સવા, કારો બાબુ, કાચો ગોંવિદ, રણજીત જાડીયો, ઇન્ડો ભૂરા ટોળીયા, વિશાળ સવા, ધનો પાણી, અપો ભુરા અને વિશે બાડીયા સામે હત્યા અને હત્યાની કોશીષનો ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
જયારે સામા પક્ષે ઘવાયેલા અનિલ માપા માટીયા અને જગદીશ બચુ ડુંગળને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અનિલ માયા ની ફરીયાદ પરથી ઇમરાન ઉર્ફે ઇમલો, મુસ્તાક ગામેતી, આફતાબ સુમરા, સાજીદ હુસેન સુમરા, રમીઝ ચૌહાણ સહીત ર૧ શખ્સોએ પથ્થર, તલવાર, ધોકા અને પાઇપ વડે માર મારી વાહનોમાં તોડફોડ કર્યાની ફરીયાદ કરી છે.
પોલીસે બન્ને પક્ષે સામ સામી ફરીયાદ નોંધી પ્રાથમીક તપાસમાં આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી મહીલા આવાસ ફોજનાના કવાર્ટરમાં રહેતી મહીલા ના ઘરે અવાર નવાર ભરવાડ જુથના યુવકો પડયા પાથર્યા રહેતા રહેવાથી મુસ્લીમ જુથ દ્વારા ટપારતા જેનો ખાર રાખી મારા મારી કર્યાનું બહાર આવ્યું છે.
મૃતક ઇલ્યાસ સવાણીના પિતરાઇ ભાઇ અન્સુર નામના યુવકના બે દિવસ બાદ લગ્ન હોય જેની તૈયારી ચાલતી હોય ત્યારે હુમલો કર્યાનું બહાર આવ્યું છે.
આ બનાવની જાણ થતાં જીલ્લા પોલીસ વડા બલરામ મીણા, એલસીબી અને એસ.ઓ.જી. સહીતના સ્ટાફ દોડી જઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કોઇ અનિચ્છીનીય બનાવ ન બને તે માટે સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે.
આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર
સામાન્ય બાબતમાં થયેલા જૂથ અથડામળામાં સામ સામે ચાર ધવાયા હતા. જેમાં ગંભીર રીતે ધવાયેલા ઇબ્યાસભાઇ સવાણી અને અકબરાભાઇ સૂમરાને રાજકોટ ખસેડવામાં આવતા ઇલ્યાસનું મોત નિયજતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાની જાણ થતા જ સમાજના અગ્રણીઓ અને લોકોના ટોળે ટોળા રાજકોટ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે એકડા થઇ ગયા હતા કોઇ અન્છીય બનાવ ન બને તે માટે પીએમ રૂમે ચુરતી પોલીસ બંદબિસ્ત પણ બાદી દેવામાં આવ્યો છે. મૃતકના પરિવારજનોએ જયાં સુધી આરોપીજનોની ધરપકડ કરી કડક પગલા લેવામાં નહી આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારનો ઇનકાર કર્યો છે.
જીલ્લા પોલીસ વડા બાલરામ મીણા ઘટના સ્થળે દોડી જઇ રાતે કેમ્પ કોમ્બીંગ કર્યુ
ગોંડલમાં મોડી રાતે બે જૂથ વચ્ચે ધીંગાણુ સર્જાતા એકની લોથ ઠળી હતી ઘટનાની જાણ થતા જીલ્લા પોલીસ વડા બલરામ મીણા મોડીરાતે ગોંડલ દોડી જઇ આખી રાત કેમ્પ કરી કોમ્બીંગ હાથ ધર્યું હતું. એસપી બાલરામ મીણા ઘટના સ્થળ પર પહોંચી કોઇ કોની રમખાણો કે અન્છીજાય ઘટના ન ઘટે માટે પૂરી રાત ગોંડલમાં કેમ્પ કરી કાયદો અને વ્યવસ્થા જડવાઇ રહે તે માટે પોલીસ બંદોબસ્ત લાદી દેવામાં આવ્યો હતો.