૨૮થી વધુ દેશોના પ્રતિનિધિઓ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી આપશે
એમએસએમઈ માટે અલગથી કોન્કલેવ યોજાશે
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સમિટમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પાંખો વિસ્તારવાની સોનેરી તક સાંપડી છે. આ સમિટમાં એમએસએમઈ (લઘુ અને મધ્યમ ઉદ્યોગો) માટે ખાસ કોન્કલેવ થાય તેવી ગોઠવણ કરવામાં આવી છે.
તા.૧૯ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લઘુ અને મધ્યમ ઉદ્યોગના કોન્કલેવનું ઉદઘાટન કરશે આ પ્રયાસથી ગુજરાતભરનાં નાના મધ્યમ ઉદ્યોગોને વિસ્તરવાની તક મળશે અન્ય રાજયોમાં પોતાની શાખા પ્રસરાવવાનો પ્રયાસ વાઈબ્રન્ટ ગુજરાત સમિટથી થશે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાતમાં મોટાપાયે મૂડી રોકાણ લાવવાનો સેતૂ બને છે. દર વર્ષે મસમોટુ મૂડી રોકાણ વાઈબ્રન્ટ સમિટના કારણે આવે છે. હવે આ સમિટની સાથોસાથ લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટેનો કોન્કલેવ તેમને વૈશ્વીક સ્તરે વિકાસ સાધવા માટેની તક આપશે. અહી ઉલ્લેખનીય છે કે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ૨૮ દેશોનાં પ્રતિનિધિઓ હાજરી આપવાના છે.