અક્ષય તૃતીયાના શુકનવંતા પ્રસંગે સોનુ ખરીદવાની પ્રથાને પરિપૂર્ણ કરવા માલાબાર ગોલ્ડ અને ડાયમંડની ગ્રાહકો માટે વિશેષ ઓફર: ગ્રાહકો ઘેર બેઠા ખરીદી કરી શકશે
દેશમાં સૌથી મોટી અને ઝડપથી વિકસતી સોનાની અને ડાયમંડ રિટેલ ચેઈનમાંની એક માલાબાર ગોલ્ડ અને ડાયમંડએ તેના ગ્રાહકો કે જેઓ અક્ષય તૃતિયાના શુકનવંતા પ્રસંગે સોનુ ખરીદવાની પ્રથાને પરિપૂર્ણ કરવા માટે દેશવ્યાપી લોકડાઉનને કારણે ઘરની બહાર નીકળવા માટે અસક્ષમ છે તેમના માટે અક્ષય તૃતિયા પર ઓનલાઈન સોનુ ખરીદવાની સુવિધા રજુ કરી છે.
અક્ષય તૃતિયાના પ્રસંગની નોંધ કરવા માટે સોશિયલ મીડિયા પર પણ પ્રોમિસ ટુ પ્રોટેકટ અભિયાન શરૂ કર્યું હતું. સોશિયલ મીડિયા અને ગુગલ નેટવર્કનો વ્યાપકપણે પ્રોત્સાહન મળતા આ અભિયાન સોનાના આભુષણોના મેકિંગ ચાર્જીસ પર ૩૦ ટકા વળતર, હીરાના મુલ્ય પર ૨૦ ટકા સુધીનું વળતર અને એસબીઆઈ ક્રેડિટ કાર્ડસ પર રૂા.૧૫,૦૦૦થી વધુના વ્યવહાર પર ૫ ટકા કેશ બેકની ઓફર કરે છે.
૨૬ એપ્રિલ સુધી ગ્રાહકો ઓનલાઈન ગોલ્ડ બુકિંગ કરીને અક્ષય તૃતિયા ઓફરનો આનંદ માણી શકે છે અને ત્યારબાદ લોકડાઉનનો સમયગાળો સમાપ્ત થયા પછી ડિલિવરી માટે નજીકનાં માલાબાર ગોલ્ડ અને ડાયમંડસ સ્ટોર્સની મુલાકાત લઈ શકે છે. ઓનલાઈન સુવર્ણ ખરીદીની સુવિધા દર સુરક્ષા ફાયદા સાથે આવે છે એટલે કે ગ્રાહક બુક કરેલા દર અથવા પ્રવર્તમાન દર, બંનેમાંથી જે ઓછો હોય તે દરે આભુષણો પ્રાપ્ત કરી શકે છે. ગ્રાહકો સૌથી નજીકના સ્ટોર પર કોલ કરી શકે છે અને અમારો સ્ટાફ સીધા જ બેંક સ્થાનાંતરણ દ્વારા તેજ સુવિધા પ્રાપ્ત કરવા માટે સહાય કરશે. આ તકે માલાબાર ગ્રુપના ચેરમેન એમ.પી.હમદે જણાવ્યું છે, આ મુશ્કેલ સમયમાં, અમે હંમેશા આશા અને સારા નસીબની નિશાની જોઈએ છીએ અને અક્ષય તૃતિયા પરંપરાગતરૂપે હંમેશા આવા સમયની જેમ રહે છે. જે લોકો આ સમય દરમિયાન સલામત રોકાણ કરવા ઈચ્છે છે, પોતાના પરિવાર માટે સમૃદ્ધ ભવિષ્ય પ્રોમિસ ટુ પ્રોટેકટ કરવા માટે સુવર્ણ એક ઉતમ તક ઓફર કરે છે.