વિવિધ પ્રકારની લાઇટોના પ્રકાર વચ્ચે શહેરની બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ: વેપારમાં વૃઘ્ધિ સાથે પ્રકાશના પર્વ દિપાવલીની ઉત્સાહ ભેર ઉજવણી
બે વર્ષના વિલંબ પછી હાલના ધનતેરસે વેપારીએ હાશકારો લીધો હતો. અને વેપારીઓના ચહેરા ખલીલી ઉઠયા હતા. ધનતેરસને દિવસે સોનું ચાંદી લેવું એ પવિત્ર ગણાય છે.
આ વખતે વેપારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. લગ્નની સીઝન પણ આવી રહી છે તો લોકો લગ્નગાળાની પણ જવેલરીની ખરીદી પણ કરી રહ્યા છે સાથોસાથ એન્ટીક જવેલરી અને ઇટાલીયન જવેલરીનો પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે. તથા ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદીને લઇને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ધનતેરસના દિવસે યથાશકિત મુજબ સોના-ચાંદીના આભુષણો ખરીદતા હોઇ છે.
ત્યારે આ વર્ષે પણ રાજકોટમાં લોકો નાના મોટા તમામ જવેલર્સને ત્યાં સોના ચાંદીની શુકનવતી ખરીદી કરવા પહોચ્યા હતા. તથા સોના-ચાંદીની ખરીદી માટે અમુક શોરૂમમાં એડવાન્સ બુકીંગ કરાવ્યા હતા. દશેરાથી શરુ થઇ દિવાળી સુધી સોનાની ખરીદીને લઇને આ વર્ષે સોની વેપારીઓની દીવાળી ચમકી ઉઠી હતી. વેપારી દ્વારા પણ ઘણી ઓફર બહાર પાડવામા આવી હતી. લોકોએ પણ આ ઓફરનો લાભ લીધો હતો.
એન્ટીક જવેલરી અને ગોલ્ડ કોઇન્સની ડિમાન્ડ વધારે: જે.પી.જવેલર્સ
આજે ધનતેરસ નીમીતે સારો વેપાર થયો છે. ગ્રાહકનો રીસ્પોન્સ પણ સારો મળ્યો છે. લોકો આ વખતે એન્ટીક જવેલરી અને ગોલ્ડ કોઇન્સ ની ડિમાન્ડ વધારે છે.
ધનતેરસ નીમીતે સોનાની ખરીદી માટે પીના જવેલર્સમાં ગ્રાહકોની ભીડ: પીના જવેલર્સ
રૂટીન કરતાં આજે ભીડ વધારે છે લોકો બહાર નીકળ્યા છે અત્યારે એન્ટીક અને ઇટાલીયન ઓછા વજનમાં જાજી વેરાયટી જોવા મળે છે. ડીઝાઇન અને ક્રીએસન વધારે મળે છે.
લાઇટ વેઇટ, ડાયમંડ, રોઝગોલ્ડનો લોકોમાં ક્રેઝ જોવા મળ્યો: તનિષ્ક જવેલર્સ
આજે ગ્રાહકોની ભીડ સારી જોવા મળી છે. લોકો આજકાલ નાની, લાઇટ વેઇટ, ડાયમંડ, રોઝગોલ્ડ ની જવેલરી પસંદ કરી રહ્યા છે. જે ફાસ્ટ ફેશન સાથે મેચ થઇ જાય એવી જવેલરીની ડીમાન્ડ વધારે જોવા મળી છે. ગ્રાહકો ઘણા વેઇટીંગમાં જોવા મળ્યા અને રીસ્પોન્સ પણ જોવા મળ્યો.
ઘણા સમય પછી આવી ધનતેરસ જોવા મળી: પોપ્યુલર જવેલર્સ
ઘણા સમય પછી આવી ધનતેરસ જોવા મળી પોપ્યુલર જવેલર્સમાં આપણે કવોલીટી મેઇન્ટેન કરીએ છીએ અને બધી આઇટમ સ્ટાન્ડર્સ મળે છે. વેરાઇટી એવી રાખીએ છીએ કે ગ્રાહકોને કોઇ દિવસ સમસ્યા ન આવે.