ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ડાલા મથા સિંહોના રક્ષણ સરક્ષણ અને વૃદ્ધિ માટેના સતત પણે થઈ રહેલા પ્રયાસો હવે પરિણામદાઈ બન્યા છે ,ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અત્યારે સિંહોનું સુવર્ણકાળ ચાલતો હોય તેમ ની સતત પણે વધતી જતી વસ્તી અને ગિરનાર જંગલના બહારના વિસ્તારોમાં સતત પણે પ્રભુત્વ વધતું જાય છે ,

એક જમાનામાં સમગ્ર દેશમાં સિહો નું રહેલું અસ્તિત્વ ધીરે ધીરે સંકોચાઈને 18મી સુધીના અંત સુધીમાં સિંહો નામશેષ થવાના આરે આવી ગયા હતા . અત્યારે ફરીથી સમય બદલાયો છે અને ગીરમાં સીમિત રહેલા સિંહો હવે સમગ્ર રાજ્યમાં પોતાનો વિસ્તાર વધારવા માટે ગીર સોરઠ સૌરાષ્ટ્રના સીમાડા વટાવી દે વ્યાપક પ્રમાણમાં માં પોતાની ટેરીટરી બનાવવા લાગ્યો છે ઇતિહાસ જોઈએ તો 1870 સુધી એ સમયગાળો હતો કે જ્યારે સિંહના શિકાર માટે ઇનામો જાહેર કરવામાં આવતાં હતાં.

આ સમય દરમિયાન સિંહના શિકાર માટે  મંજૂરી પણ મળતી હતી.જોકે, આ સમગ્ર ઘટનાક્રમમાં ’ટર્નિંગ પોઇન્ટ’ 1890માં આવ્યો, જ્યારે ડ્યુક ઑફ ક્લેરન્સે ગીરની મુલાકાત લીધી. એ વખતે પ્રથમ વખત જુનાગઢના નવાબને ખ્યાલ આવ્યો કે સિંહના અસ્તિત્વ પર જોખમ તોળાઈ રહ્યું છે.1900ની સાલમાં ગીરમાં શિકાર માટે આવેલા લોર્ડ કર્ઝનને જ્યારે સિંહના અસ્તિત્વ પર તોળાઈ રહેલા ખતરા અંગે જાણ થઈ ત્યારે દાખલો બેસાડવા તેઓ જાતે જ સિંહના શિકારથી દૂર રહ્યા.’બર્મા ગેમ પ્રિઝર્વેશન ઍસોસિયેશન’માં સિંહોને બચાવવા માટે કર્ઝને લખ્યું હતું, “જો સિંહોને બચાવવામાં આપણે નિષ્ફળ રહ્યા તો ઇતિહાસ આપણને ક્યારેય માફ નહીં કરે.

“લુપ્ત થવા આવેલા સિંહો અંગે બ્રિટિશ ઇન્ડિયા દ્વારા પ્રગટ કરાયેલી એ પ્રથમ ચિંતા હતી. કારણ કે ’કાઠિયાવાડ ગેઝેટિયર’ અનુસાર 1884માં ગીરમાં 10થી 12 સિંહો જ બચ્યા હતા નવાબ બહાદુર ખાન જીએ સૌપ્રથમ ગીરમાં સિહોરના શિકાર પર પ્રતિ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો ત્યારે સમસ્યા એ સામે આવી કે ગીરની બહાર અન્ય રજવાડાઓના વિસ્તારમાં જતા સિંહ પર રાજવીઓની ગોળીઓ ચાલતી જુનાગઢ નવા બે ગીરના વનવાસી યુવાનોને ગાર્ડ તરીકે ભરતી કરી સિંહો ગીરના જંગલમાંથી બહાર ન જાય તે માટે પ્રથમ પેટ્રોલિંગની વ્યવસ્થા ઉભી કરી અને સિંહને બચાવવા માટે ગંભીરતા ધારણ કરી ત્યારથી શરૂ થયેલી સિંહ રક્ષણ સંવર્ધનની આ કવાયત અત્યારે સંપૂર્ણપણે સાર્થક બની છે ગિરનાર સિંહ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પોતાનું પ્રભાવ વધારી રહ્યા છે અત્યારે સૌરાષ્ટ્રમાં સિહોનો સુવર્ણયુગ નો આરંભ થયો છે , અને સિંહની વસ્તી અને સિંહ આધારિત પ્રવાસન ઉદ્યોગની રિદ્ધિ સિદ્ધિ હજુ ખૂબ જ ફળશે તે નિશ્ચિત બન્યું છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.