અબતક ચાય પે ચર્ચામાં વિવિધ મુદ્દાઓ અને ઉપયોગી જાણકારી માટે નિષ્ણાત તજજ્ઞ સાથેના ચર્ચાની મદદથી વાચકોને જ્ઞાન સભર માહિતી પૂરી પાડવામાં આવે છે. આજે રોકાણકારો માટે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે પદ્ધતિસર રોકાણનું આયોજન એસઆઈપી જે વેલ્થ ક્રિએશન માટે સોનાની ચાવી ગણાય છે તે માટે મૂડી બજારના નિષ્ણાત અને રોકાણકારોના હમસફર બનીને અનેકને સમૃદ્ધ બનાવવામાં જેણે સિંહ ફાળો આપ્યો છે તેવા અરિહંત ઇન્વેસ્ટમેન્ટના પાયાના પથ્થર સર્જક અને રોકાણકારો માટે સાચા માર્ગદર્શક બની અનેકને રંકમાંથી રાજા બનાવનાર મેહુલભાઈ રવાણી એ અબતક ચાય પે ચર્ચામાં સિસ્ટમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે પદ્ધતિસર રોકાણ નું આયોજન એસઆઈપી અંગે વિસ્તૃત માહિતી આપી હતી .
પ્રશ્ન: એસઆઈપી એટલે શું?
મેહુલભાઈ રવાણી: સૌપ્રથમ તો હું અહીં મને રોકાણકારો અને વિશાળ પ્રેક્ષક વર્ગ વચ્ચે મારા વિચારો રજૂ કરવાની તક આપનાર અબતક મીડિયા હાઉસ નો આભાર માનું છુંસિસ્ટમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે પદ્ધતિસર રોકાણનું આયોજન એસઆઈપી ના શોર્ટ ફોર્મ તરીકે ઓળખાય છે વેલ્થ ક્રિએશન માટેની ગોલ્ડન કી એટલે એસઆઈપી જે મ્યુચ્યુઅલ ફંડમાં સારી રીતે રોકાણનું અને વળતરનું નિમિત બને છે
પ્રશ્ન: એસ આઈ પી ને લઈને લોકોમાં કેવા પ્રકારની માનસિકતા જોવા મળે છે
મેહુલભાઈ રવાણી: અત્યારે દરેક લોકોને વેલ્થ ક્રિએશન માટે એસઆઈપી કરવી છે લોકોમાં રોકાવા માટે જાગૃતિ આવી છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું આદર્શ છે એસ આઈ પી માટે એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડમાં થતું રોકાણ એ બજાર ઉપર આધારિત હોય છે આથી સારું અને આદર્શ વળતર મેળવવા માટે ફંડ મેનેજરના માર્ગદર્શન હેઠળ રોકાણ કરવું જોઈએ. બજારની ચર ઉતર થી મૂડીમાં ઘટાડો થાય તેવી દહેસત રહે છે પરંતુ તે માટે પણ મેનેજર નું માર્ગદર્શન મેળવતું રહેવું જોઈએ ત્રણ મહિના પહેલા મંથલી ઇન્કમ ઈનપુટ 15000 કરોડ હતું આજે 17000 કરોડ પહોંચી ગયું છે લોકો આદર્શ રોકાણ તરફ વળ્યા છે લોકોને વેલ્થ ક્રિએટ કરવા માટે માસિક બચત રોકાણ જેવી એસઆઈપી કરવી જોઈએ
પ્રશ્ન: એસઆઈપી કેટલા પ્રકારની હોય?
મેહુલભાઈ રવાણી: લાંબા ગાળાના રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડમાં લાર્જ કેપ મીડીયમ કેપ સ્મોલ કેપ મા રોકાણ કરી શકાય બજારના સતત છોડ ઉતારના કારણે લાર્જ કેપ માં રિસ્ક ઓછું હોય છે, મીડીયમ અને સ્મોલ કેપ માં રિસ્ક વધુ રહે છે આર્થિક સ્થિતિને જોઈને રોકાણ કરવું જોઈએ અને ગોલબેજ એસઆઈપી લેવી જોઈએ
પ્રશ્ન: કેટલા રૂપિયાથી એસઆઈપી શરૂ કરી શકાય?
મેહુલભાઈ રવાણી: જે પ્રમાણે આપણી માસિક આવક છે આવકમાંથી ખર્ચ બાદ કરવો અને જે રકમ વધે તેની એસઆઈપી થઈ શકે આવું લોકો માને છે પરંતુ મારી ભલામણ છે કે માસિક આવકમાંથી પ્રથમ રોકાણની રકમ અલગ તારવો અને વધે તેમાં ખર્ચનું આયોજન કરો. 15,000 ના માસિક રોકાણની 15 વર્ષની એસઆઈપીમાં 15% વળતર મળે તો એક કરોડ રૂપિયાનું ભંડોળ 15 વર્ષે ઉભું થાય. આમ આવકમાંથી પ્રથમ બચત કરો અને તે આવક વધતા વધારતા જવું જોઈએ જેને એસઆઈપી ટોપઅપ કહે છે
પ્રશ્ન: મ્યુચ્યુઅલ ફંડ વિશે કહેવાય છે કે તે બજાર પર નિર્ભર છે તો શું એસઆઈપી પણ બજાર પર નિર્ભર ગણી શકાય?
મેહુલભાઈ રવાણી: મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારોના જોખમો અને આધીન હોય છે ઈક્વિટી બજારમાં તેજી મંદિ આવે છે. પરંતુ એસઆઈપીમાં લાંબા ગાળે વળતર સારું મળે છે તે વાત ધ્યાન રાખે
પ્રશ્ન લાર્જ મિડલ અને સ્મોલ કેપ ના વર્ઝનમાં એસઆઈપી તેમાં આદર્શ ગણાય?
મેહુલભાઈ રવાણી: ત્રણેય ફોર્મેટમાં રોકાણકારી ની આર્થિક સ્થિતિ મુજબ પસંદ કરવાનું હોય છે લાર્જ કેપ માં લાંબા ગાળાનું રોકાણ હોય તેમાં જોખમ ઓછું હોય. મિડ કેપ અને સ્મોલ કેપ માં બજારની મોમેન્ટના કારણે વધુ જોખમ હોય છે એટલે લાર્જ કેપ અને મિડલ માં રોકાણ કરવાની સલાહ આપી શકાય પરંતુ રોકાણ ફાઇનાન્સિયલ એડવાઈઝર ની સલાહ લઈ તમારે પૈસા ક્યારે પાછા જોઈએ છીએ તમારી સ્થિતિ શું છે તેની જાણ કરી રોકાણ કરવું જોઈએ
પ્રશ્ન એસઆઈપી રોકાણ માં નબળા પાસા કયા ગણાય?
મેહુલભાઈ રવાણી: મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારની સ્થિતિને આધીન હોય છે આ વાક્ય રોકાણકારોને બીવડાવવા માટે નહીં પરંતુ તેમને સચેત રાખવા માટે ગણી શકાય રોકાણ માટે કંપનીની પ્રોફાઈલ જોઈને લાંબા ગાળાનું રોકાણ ક્યારે નુકસાન કરતું નથી આમ એસ આઈ પી ના રોકાણ માટે કોઈ નબળા પાસા નથી 2000 ની સાલ થી શરૂ એસ આઈ પી માં આજે રોકાણકારોને ખૂબ જ સારી પોઝિશન છે
પ્રશ્ન: મૂડી બજારમાં ફ્રોડ થી કેવી રીતે બચી શકાય?
મેહુલભાઈ રવાણી: “રોકાણકાર બનવા માટે આપણું સમૃદ્ધ હોવું જરૂરી નથી પરંતુ સમૃદ્ધ બનવા માટે રોકાણ કાર બનવું જરૂરી છે” અત્યારે ઓનલાઇન અરે ફોન કોલ્સ દ્વારા રોકાણ માટે સલાહ આપનારો ફૂટી નીકળ્યા છે ત્યારે તમારે તમારા ફાઇનાન્સિયલ એડવાઈઝર મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર ની સલાહ મુજબ રોકાણ કરવું જોઈએ
પ્રશ્ન: અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના વડાપ્રધાનના સપના અંગે તમારું શું કહેવાનું છે?
મેહુલભાઈ રવાણી: હું વ્યક્તિગત રીતે દ્રઢ પડે પણે માનું છું કે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકાર કામ કરી રહી છે તે જોતા હવે ભારત અર્થતંત્ર પાંચ ટ્રીલીયન નહીં પરંતુ 10 ટ્રિલિયન માટે સક્ષમ બની જશે, વડાપ્રધાન દ્વારા જે રીતે વિદેશી રોકાણ કારો ઉદ્યોગપતિઓને ભારત લાવવામાં આવી રહ્યા છે વિશ્વનો વિશ્વાસ ભારતમાં વધ્યું છે. સેમિનારો થાય છે વાઈબ્રન્ટ મા વિશ્વ ભાગ લઈ રહ્યું છે ત્યારે એપલ જેવી કંપનીઓ ભારતમાં આવવા આતુર છે, ભારત પે ભરોસા વાક્ય સાર્થક થઈ રહ્યું છે ત્યારે અર્થતંત્ર મજબૂત બનશે અને ભારત આર્થિક મહાસત્તા બંને તેમાં કોઈ શક નથી
પ્રશ્ન: એસઆઈપી કોના માટે? લો મિડલ કે હાઈ પ્રોફાઈલ ઇન્વેસ્ટરો માટે આદર્શ ગણી શકાય?
મેહુલભાઈ રવાણી: એસઆઈપી લો.મીડલ અને હાઈ ત્રણેય પ્રકારના રોકાણકારો માટે આદર્શ રોકાણનું માધ્યમ બની રહે એસ આઈ પી માં વ્યક્તિની આવક અને ભવિષ્યની જરૂરિયાત મુજબનું આયોજન કરી શકાય છે
પ્રશ્ન: અરિહત ઇન્વેસ્ટમેન્ટ અંગે વિસ્તૃતમાં જાણકારી આપશો?
મેહુલભાઈ રવાણી: અરિહંત ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત 2000ની સાલમાં થઈ 23 વર્ષ પૂરા થયા છે કંપનીમાં ઓલ મ્યુચ્યુઅલ ફંડ લાઇફ ઇન્શ્યોરન્સ જનરલ ઇન્સ્યોરન્સ ફિક્સ ડિપોઝીટ માં રોકાણ માટે નિમિત બને છે પાનકાર્ડ ,રિટર્ન અને વિઝા ફાઈલ થી લઈને તમામ પ્રકારની સેવા આપવામાં આવે છે “આપ હે તો હમ હે” ના શુભ હેતુથી નિષ્ણાત કર્મચારીઓની ટીમ દ્વારા રોકાણકારોને તમામ પ્રકારની મદદ કરવામાં આવે છે
પ્રશ્ન: ઇન્વેસ્ટરો માટેના જાગૃતિ કાર્યક્રમનો ક્ધસેપ્ટ ક્યાંથી આવ્યો?
મેહુલભાઈ રવાણી: શરૂઆતમાં 15 ઇન્વેસ્ટરોથી અમારી સેવા સફર શરૂ કરી આજે અમારી કંપની પાસે મોટી સંખ્યામાં રોકાણકારો છે હેમુ ગઢવી હોલમાં 1000 રોકાણકાર માટે સેમિનારો થાય છે અમે રોકાણકારોને સતત માર્ગદર્શન આપીને તેમને સમૃદ્ધ બનવામાં મદદ કરીએ છીએ અમે રોકાણકારોની નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખીએ છીએ એટલે અરિહંત ઇન્વેસ્ટમેન્ટને લોકો પસંદ કરે છે
પ્રશ્ન: લોકોમાં ઇન્સ્યોરન્સ ને લઈને કેવી સમજ છે?
મેહુલભાઈ રવાણી: કોરોના પછી લોકોમાં વીમા અંગે જાગૃતિ આવી છે અગાઉ લોકો હેલ્થ પોલિસી લેવું જરૂરી સમજતા ન હતા અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા મેડીક્લેમ અંગેના સેમિનારોની હાર મારા ચલાવવામાં આવી હતી. હવે લોકોને લાઇફ ઇન્શ્યોરન્સ અને મેડિક્લેમ અંગે ની જરૂરિયાતો સમજાય છે અગાઉ જીવન વીમા અંગે ટ્રેડિશનલ પ્લાન લોકો લેતા હતા હવે ટર્મ પ્લાન્ટ તરફ લોકો વળ્યા છે. લોકો પોતાની હયાતી પછી પરિવારની આર્થિક સ્થિતિ નો વિચારતા થયા છે છેલ્લા ત્રણ વર્ષમાં ટર્મ પોલીસી નું ખૂબ જ પ્રમાણ વધ્યું છે અગાઉ એક બે લાખ સુધીના મેડીકમ લેવાતા હવે10 20 30 લાખના મેડિકલએમ લેવાય છે
પ્રશ્ન: અરિહંત ઇન્વેસ્ટમેન્ટ ને ક્યાં સુધી લઈ જવાનો ગોલ મેહુલભાઈ રવાણીએ નક્કી કર્યો છે?
મેહુલભાઈ રવાણી: અરિહંત ઇન્વેસ્ટમેન્ટ 50 ક્લાઈન્ટ થી શરૂ થઈને આજે 1500 એ પહોંચ્યું છે. અને દિન પ્રતિ દિન આ સંખ્યા સતત વધતી જાય છે અમારું લક્ષ્ય છે કે લોકોને ખૂબ જ સારી વેલ્થ ક્રિએટ કરીને આપીએ સેબી સહિતની સંસ્થાઓ ના નિયમ મુજબ રોકાણકારોને મદદરૂપ થઈને તેમને સમૃદ્ધ બનાવવાનું અમારું લક્ષ્ય છે. અમારે ટૂંક સમયમાં જ 2500 પ્લાન્ટ સુધી પહોંચવાની નેમ છે