શરીર વિજ્ઞાનની અટપટી બાબતોનો વિધિસર અભ્યાસ કરી તથા તાલીમ મેળવી તબીબી ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકાય
શરીર રચના અને શરીર વિજ્ઞાન ખુબ જ બાબત છે. શરીર વિજ્ઞાનની અટપટી બાબતોનો વિધિસર અભ્યાસ કરી તથા તાલીમ મેળવી તબીબી ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકાય છે. સાથે જ તે જનસેવાનું ઉત્તમ માધ્યમ બની શકે છે. ચિકિત્સક અને ચિકિત્સા પદ્ધતિ તો ભારતમાં ખૂબ જુદી પરંપરા ધરવે છે. પરંતુ કોરોનાકાળ બાદ આધુનિક ચિકિત્સા પદ્ધતિનું મહત્વ વધતું જાય છે. તબીબી વિજ્ઞાન એટલે કે મેડિકલ ક્ષેત્રનો વ્યાપ વધતા ગુજરાતમાં ઉપલબ્ધ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથીની બેઠકોમાં દર વર્ષે જરૂરિયાત મુજબ વધારો કરવામાં આવે છે. હાલમાં ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં 6158, ડેન્ટલમાં 1255, આયુર્વેદમા 2549 અને હોમિયોપેથીમાં 4240 બેઠકો ઉપલબ્ધ છે. ગુજરાતના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજો ઉપલબ્ધ હોય તેવા સંકલ્પ સાથે આ બજેટમાં વધુ પાંચ તબીબી કોલેજોની મંજૂરી આપવામાં આવી છે . ગુજરાતમાં મેડિકલ કોલેજો અને સીટોની સંખ્યા વધતા રાજ્યમાં તબીબી સેવાઓનો વ્યાપ વધ્યો છે.
BACHELOR OF MEDICINE BACHELOR OF SURGERY MBBS- સમયગાળો 5’/,વર્ષ The degree to become a Doctor in Allopathic Medicine Bachelor of Medicine Bachelor of Surgeryજીલિયિુ – નામ મુજબ તો 2 અલગ ડિગ્રી સૂચવે છે. જો કે વાસ્તવમાં એક જ ડિગ્રી છે. આ કોર્સ દર્દી કેન્દ્રિત મલ્ટિડિસિપ્લિનરી પર્યાવરણમાં નિપુણતાથી અને વ્યવસાયિક રીતે પ્રેક્ટિસ કરવા માટેનું જરૂરી જ્ઞાન તથા સમજણ પૂરી પાડી કુશળતા વધારે છે. આ કોર્સ આજે તબીબી વિદ્યાર્થીઓની જરૂરિયાતો અને બદલાતા આરોગ્ય પર્યાવરણમાં આવતીકાલના ડોકટરોની જરૂરિયાતો પર કેન્દ્રિત છે . આ કોર્સ વિદ્યાર્થીને એક વૈજ્ઞાનિક રીતે માહિતગાર , સામાજિક જવાબદાર બનાવી તેના વ્યાવસાયિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેથી તેઓ સમાજની સ્વાસ્થ્યલક્ષી જરૂરિયાતો પૂરી કરી શકે વિદ્યાર્થીઓને (બોડી કાપી અને વિવિધ પ્રકારની
બતાવી દ્વારા ધામધ શરીરના સિદ્ધાંતોનું ઊંડાણપૂર્વક અને યોગ્ય સામે પૂર પાડવામાં આવે છે.
- BAMS – BACHELOR OF AYURVEDIC MEDICINE SURGERY (આયુર્વેદાચાર્યા) સમયગાળો – 5 વર્ષ આયુર્વેદિક દવાને બધી મેડિક્ત સિસ્ટિસની માતા તરીકે ગણવામાં આવે છે.
આયુર્વેદ પ000 વર્ષ કરતાં વધુ જૂનું હોવાનું માનવામાં આવે છે. જે ભારતીય આરોગ્ય પ્રથા છે. એરોમાથેરાપી, સંતુલિત ખોરાક, કાર્બલ દવા, એક્યુપંચર યોગ, માલિશ અને Meditation નો સમાવેશ કરે છે આયુર્વેદ શબ્દ સંસ્કૃત ભાષામાંથી અનુવાદિત કરેલી છે જેનો અર્થ જીવન વિજ્ઞાન ” થાય છે.
આયુર્વેદિક દવાનો મુખ્ય સિદ્ધાંત સાર્વત્રિક ખાતર જોડાણ (લોકો, તેમના આરોગ્ય અને બ્રહ્માંડની વચ્ચે શરીરનું બંધારણ (પ્રકૃતિ ) અને ઘણી વખત જીવન બળ (દોષ) નો સમાવેશ થાય છે કે જેની પાચીન ગ્રીક સિસ્ટિમના જૈવિક HuMoRs સાથે સરખામણી કરવામાં આવે છે. આ સિદ્ધાંતોની મદદથી, આયુર્વેદિક દાકતરો ઔષધો , ખોરાક , કસરત અને જીવનશૈલીનો ભલામણો સહિત વ્યક્તિગત સારવાર આપી શકે છે . આયુર્વેદિક દવાનાં ઉત્પાદનો માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. આયુર્વેદિક દવાઓ માટેની એક આયુર્વેદિક પ્રથા ‘ રસશાસ્ત્ર ’ મુજબ ઔષધો વનસ્પતિ, ધાતુઓ , ખનીજો અથવા અન્ય સામગ્રીનું મિશ્રણ કરી દવા બનાવી શકાય.
ઘણા આયુર્વેદિક સિદ્ધાંતો પહેલાનાં લખી રાખેલા છે અને ઘણા મૌખિક રીતે રજૂ કરવામાં આવે છે. 2,000 વર્ષ કરતાં વધુ પહેલાં મહાન ત્રિપુટી તરીકે ઓળખાતા ત્રણ પ્રાચીન પુસ્તકો ” ચરકસંહિતા , સુશ્રુતસંહિત અને અષ્ટાંગ હૃદય ” સંસ્કૃતમાં લખવામાં આવેલા કે જે આયુર્વેદિક દવાના મુખ્ય ગ્રંથ ગણવામાં આવે છે.