ગાંધીનગર ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019 ની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. હાલમાં તો અનેક કન્ટ્રીની નજર આ વાયબ્રન્ટ ગુજરાત પર છે. ત્યારે સરકાર દ્વારા સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે જેની એક ઝલક તમે આ તસ્વીરો દ્વારા નિહાળી શકો છો.
રાજ્ય સરકાર દ્વારા દર બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી શૃંખલા માટે વાયબ્રન્ટ ગાંધીનગર પુરે પુરૂ સજજ થઈ ગયું છે. મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019 નું 18 મી જાન્યુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી તથા દેશ-વિદેશના ડેલીગેટ્સની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવશે ત્યારે મહાત્મા મંદિરને અદ્યતન રોશનીથી સજાવટ કરાઈ છે.
આ ઉપરાંત દાંડી કુટિર ખાતે પણ મીઠાના ઢગલા પર થ્રીડી પ્રોજેક્શન લેઝર શોનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાનશ્રી કરશે. અને તેને પણ અદ્યતન રોશનીથી શણગારવામાં આવ્યું છે.