-
બ્રિગેડિયરના જીવન પર બની હતી ફિલ્મ “પીપ્પા”
-
પીપ્પા ફિલ્મમાં ઉપયોગમાં લેવામાં આવેલી ટેન્ક હવે લાવાશે સુરત
આજના દિવસને કારગીલ વિજય દિવસ તરીકે દેશભરમાં મનાવવામાં આવે છે. ત્યારે સુરતમાં શહીદ વીર જવાનોના પરિવારનું છેલ્લા 25 વર્ષથી સન્માન કરવામાં આવે છે. આ સાથે જ પરિવારને મદદ મળી રહે તે માટે આર્થિક સહાય પણ અર્પણ કરવામાં આવે છે. ત્યારે આજે કારગીલ વિજય દિવસ પર આપણે નિવૃત બ્રિગેડિયરના જીવન વિષે વાત કરવાની છે.આ નિવૃત બ્રિગેડિયર ઉપર એક ફિલ્મ પણ બની છે. આ બ્રિગેડિયરનું નામ બલરામસિંહ મહેતા છે. નિવૃત બ્રિગેડિયર બલરામસિંહ મહેતાનું જીવન પણ કંઈ ફિલ્મથી ઓછું ઉતરે એવું નથી. કારણ કે તેમના પર પીપ્પા નામની એક ફિલ્મ પણ બની છે. 1971ના આ યુદ્ધમાં ભારત દ્વારા પહેલીવાર પાણીમાં તરી શકે તેવી ટેન્કને તૈનાત કરવામાં આવી હતી. આ સાથે જ આ ટેન્ક દ્વારા પાકિસ્તાનની ટેન્કોને ભસ્મીભૂત કરીને આ યુદ્ધને જીતી લેવામાં આવ્યું હતું. ત્યારે આ પીપ્પા નામની ફિલ્મમાં ઉપયોગમાં લેવામાં આવેલી ટેન્ક હવે સુરતમાં લાવીને સુરતની શાનમાં વધારો કરવામાં આવશે. નિવૃત બ્રિગેડિયર બલરામસિંહ મહેતાએ પોતાના જીવન અંગે અને જીવના જોખમે ખેડેલા યુદ્ધ વિષે વાત કરી હતી.
જેમાં તેઓએ જણાવ્યું હતું કે…
અમે ચાર ભાઈઓ 1971ની લડાઈમાં લડ્યા હતા. 3 ડિસેમ્બર, 1971ના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થાય એના 12 દિવસ પહેલાં 21 નવેમ્બર 1971ના રોજ બંને દેશ વચ્ચે એક ટેન્ક વર્સિસ ટેન્કનું યુદ્ધ થયું હતું. 10 મિલિયન રેફ્યુજી વેસ્ટ પાકિસ્તાનથી ભારત આવી ગયા હતા. જેથી પરેશાની વધી રહી હતી. ખાસ કરીને વેસ્ટ બંગાળ, આસામ, બિહારને પણ ઈકોનોમિક પ્રોબ્લેમ હતા. આટલા બધા રેફ્યુજીની દેખભાળ કરવાની હતી. અમે લોકો સૈનિક છીએ અમને ખબર હતી કે, પાકિસ્તાન આવી રીતે માનશે નહીં.
એ સમયે પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક દેશ હતો, પણ પાકિસ્તાનમાંથી છૂટા પડવા બાંગ્લાદેશના લોકો રોડ પર આવી ગયા હતા. પાકિસ્તાને આ બળવાને ડામી દેવા પોતાની આર્મી ઉતારી હતી. બાંગ્લાદેશમાં ચારેબાજુ અંધાધૂંધીની સ્થિતિ હતી. જનરલ યાહ્યાખાને પૂર્વ પાકિસ્તાન (આજનું બાંગ્લાદેશ)માં માર્શલ લો લગાવ્યો હતો. વેસ્ટ પાકિસ્તાનમાં જે આતંક મચાવવામાં આવ્યો, હત્યાઓ થયેલી તેના અંગે આખું વિશ્વ જાણતું હતું. ત્યારે આ ભારતનો મામલો છે તેને જ સોલ્યુશન લાવવા દો. હું યુવાન ઓફિસર હતો. જેથી પૂરો અંદાજ હતો કે, લડાઈ થવાની જ છે. 26 વર્ષની ઉંમરે ઓક્ટોબરના પહેલાં અઠવાડિયામાં મેં મારી રેજિમેન્ટ જોઈન કરી લીધી હતી. 15-20 દિવસ ટ્રેનિંગ થઈ હતી. ત્યારબાદ બોર્ડર પર ડિપ્લોય કરવામાં આવ્યા હતા.
19 નવેમ્બરના રોજ રાત્રે પાકિસ્તાની આર્મી દ્વારા એટેક કરવામાં આવ્યો હતો. અમારા યુનિટ પાસે 14 ટેન્ક હતી. એ રશિયન ટેન્ક હતી. જેનું નામ હતું PT76 પાલાબુશી ટેન્ક. પાલાબુશી રશિયન વર્ડ છે અને તેનો મતલબ છે કે પાણીની અંદર તરી શકવું. 76 એટલે મેઈન ગનની કેબિલર. જેનો ઉપયોગ થાય છે દુશ્મનની ટેન્કને બરબાદ કરવા માટે. આ ટેન્ક ડિપ્લોપ્ડ હતી. 21 નવેમ્બર સવારે પાકિસ્તાનના થ્રીઈન્ડિપેન્ડન્ટ આર્મર સ્કોડન્ટ જેમની પાસે અમેરિકન ટેન્ક હતી M24 સાથે એટેક કર્યો હતો.
21 નવેમ્બરના સવારે ખૂબ જ ધુમ્મસ હતું. વિઝિબિલિટી ઓછી હતી. સામે શું હતું તે નજર આવી રહ્યું નહોતું અને ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. ત્યારબાદ એક બાદ એક તેમની ટેન્ક બરબાદ કરવાનું શરૂ કરી દીધું હતું. આ લડાઈ થોડીવાર ચાલી. દરમિયાન એક મેસેજ આવ્યો હતો કે, કમાન્ડરનું નિધન થયું છે. ત્યાર સુધીમાં દુશ્મનની ચાર ટેન્ક ડિસ્ટ્રોઈ કરી દીધી હતી. આ મેસેજ આવતાની સાથે જ ટેન્ક ઓપરેટર સાથે વાત કરી હતી. સાહેબની છાતીમાં બુલેટ લાગવાથી મોત થયું હોવાનું જણાવ્યું હતું. અમે મિલિટ્રીમાં એવી ટ્રેનિંગ આપવામાં આવેલી હોય છે કે, આવી પરિસ્થિતિમાં ચેલેન્જ લઈ લેવાની હોય છે. આ સાથે જ મેં ઓર્ડર પાસ કર્યો અને કમાન્ડ હું સંભાળી રહ્યો છું. સાંજ સુધીમાં 14માંથી 13 ટેન્કને ડિસ્ટ્રોઈ કરી દીધી હતી અને દુશ્મનોના 300થી 400 સૈનિકોને લડાઈમાં મોતને ભેટ્યા હતા. બીજા દિવસે પાકિસ્તાને હવાઈ જહાજ મોકલ્યા હતા. જે F86 સેબેર જેટ ફાઈટર જે અમેરિકન હતા. તેમણે અમારા ઠેકાણા પર એટેક કર્યો હતો. પહેલો એટેક 10 વાગ્યે કર્યો હતો જેમાં એક ટેન્ક બરબાદ થઈ ગઈ. 48 કલાકની લડાઈ બાદ 16 ડિસેમ્બર સુધીમાં જીત મેળવી હતી. આ ઉપરાંત 1999 માં કારગિલની લડાઈ શરૂ થઈ હતી ત્યારે તેઓએ 3 વર્ષ હોમ ડીપાર્ટમેન્ટમાં કામ કર્યું. ત્યારબાદ 8 મહિનાની અંદર પોતાની પહેલી બૂક લખી જેનું નામ જેનું નામ બર્નિંગ શેફી જે નામ હતું અમેરિકન ટેન્કની જે પાકિસ્તાનીઓએ ઉપયોગ કર્યો હતો. આ બુકને લોન્ચ પણ કરવામાં આવી હતી. જેના પરથી સિધ્ધાર્થ રૉય કપૂરે “પિપ્પા” નામે ફિલ્મ પણ બનાવી હતી. તેમજ હવે પિપ્પા ટેન્કને પણ સુરત લાવવામાં આવશે.
ભાવેશ ઉપાધ્યાય