સંબંધી પાસેથી સગીરાને દતક લઇ અવાર નવાર દુષ્કર્મ આચર્યાનો મહિલા સહિત ત્રણ સામે નોંધાતો ગુનો
શહેરની ભાગોળે આવેલા બામણબોર ખાતે આવેલા આકાશ પોલીમર્સ નામના કારખાનાની ઓરડી અને ઓફિસમાં તરૂણી પર કારખાનેદાર અને પાલક પિતાએ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. મહિલા પોલીસ દ્વારા ત્રણેયની શોધખોળ કરવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તાલાલા ગીર પંથકના ચિત્રાવડ ગામની મહિલાએ પોતાની 12 વર્ષની પુત્રી મેંદરડા તાલુકાના મોટી ખોડીયાર ગામના અલી અલ્લારખા સમેજા અને તેની પત્ની આશુબેન સમેજાને દત્તક આપી હતી. બાળકી સાથે મોટી ખોડીયારના દંપત્તી બામણબોર ખાતેના આકાશ પોલીમર્સ નામના કારખાનામાં મજુરી અર્થે આવ્યા બાદ ગોદ લીધેલી બાળકી પર અલી સમેજા અને કારખાનેદાર કૌશિક લોહાણાએ અવાર નવાર બળાત્કાર ગુજાર્યા અંગેની એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસ મથકના પી.આઇ. કે.એમ.મકવાણા અને રાટઇર જયેશભાઇ શુકલ સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.
અલી સમેજાએ બાળકીને દત્તક લીધા બાદ આચરેલા પોતે અને કારખાનેદારે સાથે મળી આચરેલા દુષ્કર્મની શરમજનક ઘટના અંગે પોલીસે અલી તેની પત્ની આશુ અને કારખાનેદાર કૌશિક સામે બળાત્કાર અને પોકસો હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.