અબતક, ભરત ગોહેલ઼,જોધપુર

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકના ગોપ ગામના પાટીયા પાસે આજે સવારે ૧૧ વાગ્યાના અરસામાં ગોધરા તરફથી આવી રહેલી ખાનગી લક્ઝરી બસ વરસાદમાં પલટી ખાઇ જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો અને પાંચ વર્ષની માસૂમ બાળકીનું સ્થળ પર જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય ૧૪ જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ટ્રાફિક જામ થયો હોવાના કારણે પોલીસ તંત્ર ધંધે લાગ્યું છે અને લક્ઝરી બસને સીધી કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે ગોધરાના દાહોદ તરફથી મુસાફરો ભરીને ભાણવડ તરફ જઇ રહેલી ખાનગી લક્ઝરી બસ આજે સવારે ૧૧ વાગ્યાના અરસામાં ગોપ ગામના પાટીયા પાસે પલટી મારી ગઇ હતી. ભારે વરસાદના કારણે બસ રોડ નીચે ઉતરી ગઇ હતી. જે અકસ્માતમાં પાંચ વર્ષની એક માસૂમ બાળકી સીયા રાજેશભાઇ ભુરીયા (ઉ.વ.૬)નું સ્થળ પર જ કરૂBusણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય ૧૪ જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા થઇ હોવાથી સારવાર માટે ૧૦૮ નંબરની જુદી-જુદી ચાર એમ્બ્યૂલન્સ મારફતે લાલપુર-જામનગર હોસ્પિટલમાં ખસેડાયા અકસ્માતના કારણે ટ્રાફિક જામ થયો હોવાથી જામજોધપુરની પોલીસ ટૂકડી દોડતી થઇ બસને સીધી કરવા માટેની કાર્યવાહી હાથધરી હતી. આ અકસ્માતને લઇને ઇજાગ્રસ્તોમાં ભારે અફડા તફાડી થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.