- સુરતના ગોડાદરા વિસ્તારમાં ઇલેક્ટ્રિક બાઈકમાં બ્લાસ્ટ થતા લાગી હતી આગ
Surat Newa : રાજકોટના TRP અગ્નિકાંડની આગ હજુ ઠરી નથી અને અને એ ઘટના બાદ તક્ષશિલાના વરવા પરિણામ પણ તાજા થયા છે તેવા સમયે વારંવાર આગની ઘટના સામે આવી રહી છે. તેવા જ સમયે સુરતના એક વિસ્તારમાં ઇલેક્ટ્રીક સ્કૂટરમાં આગ લગતા તેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
સુરતના મહારાણા પ્રતાપ દેવધ રોડ પર લક્ષ્મી પાર્ક રો હાઉસની આગની ઘટના સામે આવી છે, ગોડાદરા વિસ્તારના એક મકાનમાં ઇલેક્ટ્રિક બાઈકમાં બ્લાસ્ટ થતા ભયંકર લાગી હતી. આગ બેકાબુ બનતા ઘરમાં મુકેલા રાંધણ ગેસના બાટલામાં લાગી હતી, ત્યાર બાદ ગેસના બાટલામા આગ લાગતા બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે દરવાજા સહિત બારીના કાચ તૂટી ગયા હતા.
આગ વિકરાળ બનતા ઘરમાં પ્રસરી હતી
આગની ગતનાની જાણ થયા બાદ તુરંત જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. તેમજ આ ઘટનામાં પાંચ લોકોનું ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કર્યું હતું. જેમાં બે લોકો ગંભીર રીતે દાજી ગયા હતા તેમજ એક 18 વર્ષીય યુવતીનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.