સુખ સાગર સોસાયટીના યુવક અને તેના માતા-પિતા સામે નોંધાતો ગુનો
શહેરના 150 ફુટ રીંગ રોડ પર આવેલા ગોવર્ધન ચોક નજીક સુખસાગર સોસાયટીના યુવકે પ્રેમ લગ્ન કરવાની યુવતીને લાલચ દઇ અવાર નવાર બળાત્કાર ગુજારી લગ્ન ન કરી ઘરે બોલાવી માતા-પિતાની મદદથી મોબાઇલના ચાર્જરના કેબલથી ગળુ દાબી માર માર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુખસાગર સોસાયટીના નિરવ પરેશ ધંધુકીયાએ યુવતીને પ્રેમ ઝાળમાં ફસાવી પોતે લગ્ન કરશે. તેમ કહી અવાર નવાર બળાત્કાર ગુજારી લગ્ન અંગેની ચર્ચા કરવા યુવતીને ઘરે બોલાવી નિરવના પિતા પરેશ ધંધુકીયા અને માતા ભારતીબેન ધંધુકીયાએ મોબાઇલના ચાર્જરના કેબલથી ગળુ દાબી દીધાનું અને નિરવે માર માર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
યુવતીની ફરિયાદ પરથી દક્ષિણ વિભાગ એસીપી બી.જે.ચૌધરી સહિતના સ્ટાફે નિરવ ધંધુકીયા, તેની માતા ભારતીબેન અને પિતા પરેસ ધંધુકીયા સામે બળાત્કાર ગુજાર્યાની, માર માર્યાની અને જ્ઞાતિ અંગે અપમાનિત કર્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.