છેલ્લા બે વર્ષથી હિન્દુ નામ ધારણ કરીને યુવતી સાથે સંબંધ રાખનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

 

જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે તેજ વિસ્તારમાં રહેતા એક વિધર્મી શખ્સે હિન્દુ નામ ધારણ કરી બે વર્ષથી સંબંધ ચાલુ રાખ્યો હતો, અને વારંવાર શરીર સંબંધો બાંધી દુષ્કર્મ આચાર્યની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. પોલીસે આરોપીને અટકાયતમાં લઈ લીધો છે.

આ બનાવની વિગતો એવી છે કે જામનગરના સીટી સી. ડીવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતી એક યુવતીએ ગઈકાલે જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસમાં પહોંચી જઈ પોતાની સાથે છેલ્લા બે વર્ષથી હિન્દુ નામ ધારણ કરી સંબંધ રાખી લગ્નની લાલચે એકથી વધુ વખત દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે.

જે ફરિયાદના અનુસંધાને સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. પી. એલ વાઘેલાએ આરોપી સૈફુલ્લાખાન આરીફખાન હાલાણીની અટકાયત કરી લીધી છે અને તબીબી ચકાસણી હાથ ધરી છે

આ ઉપરાંત ફરિયાદી યુવતી કે જેની પણ જામનગરની જી.જી. હોસ્પિટલમાં  તબીબી ચકાસણી કરવામાં આવી હતી એને તેણી ને પણ તેના કાકા ને ઘેર મોકલી દેવામાં આવી છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર આજથી બે વર્ષ પહેલાં યુવતી કે જેને પોતાના ઘર માટે એર કન્ડિશન મશીન ખરીદ કરવું હોવાથી જામનગરના જ એક મોલમાં ખરીદી કરવા માટે ગઈ હતી, જ્યાં આરોપી સાથે વાતચિત થયા પછી  તેની સાથે સંબંધ થયો હતો, અને યુવકે પોતાનું હિન્દુ નામ ધારણ કરી છેલ્લા બે વર્ષથી સંબંધો ચાલુ રાખ્યા હતા અને લગ્નની લાલચ છે અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાનું જાણવા

મળ્યું છે.સિટી સી. ડિવિઝન પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી લીધા પછી તેની વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. આ બનાવને લઈને શહેરમાં ભારે ચકચાર જાગી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.