- તાલુકા પંચાયત સભાખંડ ખાતે સામાન્ય સભા યોજાઈ
- તાલુકા પંચાયતના સભ્યની રજૂઆતને ઉપસ્થિત અન્ય સભ્યોએ આપ્યું સમર્થન
- ગુણવત્તા અને ભ્રષ્ટાચાર બાબતે ધારાસભ્ય દ્વારા તાલુકા પંચાયતના સભ્યોને સચેત રહેવા કરાઈ ટકોર
તાલુકા પંચાયત સભાખંડમાં પ્રમુખ લલિતાબેનના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2025 26 નું રૂપિયા 168 કરોડનું બજેટ સર્વાનુ મતે મંજૂર કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં ઉપસ્થિત તાલુકા પંચાયત સભ્યોએ નગામાં ખાતે શૌચાલયના નિર્માણ બાબતે રજૂઆત કરી હતી. તેમજ નગામા શૌચાલય પ્રકરણમાં જરૂરી તપાસની ખાતરી સભામાં તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંતસિંહ પઢિયારે આપી હતી. આ ઉપરાંત વિકાસના કામો ગુણવત્તા અને ભ્રષ્ટાચાર બાબતે ધારાસભ્ય રમણ પાટકર દ્વારા તાલુકા પંચાયતના સભ્યોને સચેત રહેવા ટકોર કરવામાં આવી હતી.
ઉમરગામ તાલુકા પંચાયત સભાખંડમાં પ્રમુખ લલિતાબેન ના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા નું આયોજન કરાયું જેમાં વર્ષ 2025 26 નું રૂપિયા ૧૬૮ કરોડ નું બજેટ સર્વાનુ મતે મંજૂર કરાયું. ભાજપ સાથે ઉમરગામ તાલુકા પંચાયત માં ભાજપના જ સભ્યોએ તાલુકા પંચાયત કચેરીના વહીવટ અને વિકાસ કામોમાં પારદર્શિતા સામે સવાલો ઉઠાવ્યા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ધાંગડાએ તાલુકા પંચાયત પરિસર ની જમીન માપણી બાબતે વહીવટી અધિકારીના ઉદાસીન વલણ સામે નારાજગી દર્શાવી ઉભરો ઠાલવતા જણાવ્યું હતું કે જો પંચાયત કચેરીના પરિસર બાબતે વહીવટી અધિકારીઓ નિર્ણય ન લઈ શકતા હોય તો તાલુકાના વહીવટ સંદર્ભે શું આશા રાખી શકાય . બેઠકમાં ઉપસ્થિત તાલુકા પંચાયત સભ્યએ નગામાં ખાતે શૌચાલયના નિર્માણ બાબતે સવાલો ઊભા કરી તાલુકા પંચાયત સભ્યો ની રજૂઆત કોઈ સાંભળતું ન હોવાની વેદના ઠાલવી હતી સાથે જ તેઓએ વિકાસ કામોની પારદર્શિતા સામે સવાલો ઉઠાવ્યા હતા.
પ્રમુખને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે સભ્યો દ્વારા થતી રજૂઆત નો કોઈ જવાબ મળતો નથી. નગામા શોચાલય પ્રકરણમાં જરૂરી તપાસની ખાતરી સભા માં તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંતસિંહ પઢિયારે આપી હતી.ઉમરગામ તાલુકા પંચાયતમાં સભ્યોની અવગણના થતી હોવાની વારંવાર ફરિયાદો સાંભળવા મળે છે. તાલુકામાં વિકાસ કામો ન ગુણવત્તા અને ભ્રષ્ટાચાર બાબતે ધારાસભ્ય રમણભાઈ પાટકર તાલુકા પંચાયતના સભ્યોને સચેત રહેવા ટકોર કરતા હોય છે પરંતુ પંચાયત કચેરી ખાતેથી વિકાસ કામ સંદર્ભે સભ્યોને માહિતી અપાતી ન હોય જેથી માહિતીના અભાવે વિકાસ કામોમાં થતા ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં તાલુકા પંચાયત સભ્યો વિવસ જણાઈ રહ્યા છે. તાલુકા પંચાયતના સભ્યની રજૂઆતને ઉપસ્થિત અન્ય સભ્યોએ પણ સમર્થન આપ્યું હતું.
અહેવાલ: રામ સોનગઢવાલા